For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપ સુપર-8માં ભારત 20મીએ રમશે પ્રથમ મેચ

12:20 PM Jun 14, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપ સુપર 8માં ભારત 20મીએ રમશે પ્રથમ મેચ

વેસ્ટઈન્ડિઝ અથવા અફઘાનિસ્તાન સામે ટકરાશે, કાલની કેનેડા સાથેની મેચ વરસાદના કારણે રદ થવાની પુરી સંભાવના

Advertisement

ટી-20 વર્લ્ડ કપમાં ભારતે સતત ત્રીજી મેચ જીતી છે. ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર - 8 માટે ક્લોલિફાઈ કરી લીધું છે. એટલે કે ભારતીય ટીમ સુપર - 8માં ગ્રૃપ - 1માં રહેશે. ભારતે ગ્રુપ સ્ટેજની મેચોમાં ત્રણેય મેચોમાં પાકિસ્તાન, આયર્લેન્ડ અને અમેરિકાને હરાવ્યા છે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ કેનેડા સામે 15 જૂનના રોજ રમાવા જઈ રહી છે.

ટી-20 વર્લ્ડ કપની સુપર-8ની મેચો 19 જૂનથી શરૂૂ થઈ રહી છે. સુપર-8ની 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં અ1, ઇ2, ઈ1, ઉ2 ટીમોને ગ્રુપ 1માં રાખવામાં આવી છે. એ જ રીતે, અ2, ઇ1, ઈ2 ઉ1 ટીમોને ગ્રુપ-2માં રાખવામાં આવી છે. મતલબ કે ભારતીય ટીમ ગ્રુપ-1માં જ રહેશે.

Advertisement

ભારતીય ટીમ ગ્રુપ એમાં 6 પોઈન્ટ અને +1.0137 નેટ રનરેટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે અમેરિકા 4 પોઈન્ટ અને +0.127 નેટ રનરેટ સાથે બીજા સ્થાને છે. જો અમેરિકા 100થી વધુ રનથી જીતી જાય તો પણ તે નેટ રન રેટમાં ભારતને પાછળ છોડી શકશે નહીં. એટલે કે ગ્રુપ સ્ટેજમાં ભારતનું નંબર-1 રહેવાનું નિશ્ચિત છે.

આઈસીસીના શેડ્યૂલ મુજબ, સુપર-8માં એ-1 ટીમની ત્રણ મેચ અનુક્રમે 20, 22 અને 24 જૂને યોજાવાની છે. તે મુજબ ભારત 20 જૂને વેસ્ટ ઈન્ડિઝ અથવા અફઘાનિસ્તાન (ઈ1) સામે ટકરાશે. ભારતીય ટીમ 22 જૂને શ્રીલંકા અથવા નેધરલેન્ડ્સ (ઉ2) સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા ગ્રુપ-ડીમાં છે. ગ્રુપ સ્ટેજના અંતે દક્ષિણ આફ્રિકા નંબર-1 રહે તેવી પૂરી સંભાવના છે. ગ્રુપ-ડીમાં સાઉથ આફ્રિકાની છેલ્લી મેચ 15 જૂન નેપાળ સામે છે.

શેડ્યૂલ અનુસાર, ભારતીય ટીમ 24 જૂને ગ્રુપ-બીમાં બીજા ક્રમની ટીમનો સામનો કરી શકે છે. આ દિવસે ભારતનો મુકાબલો સ્કોટલેન્ડ અથવા ઈંગ્લેન્ડ સામે થાય તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા અત્યારે આ ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. સ્કોટલેન્ડ 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારે નામિબિયા 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ઈંગ્લેન્ડ 1 પોઈન્ટ સાથે સ્થાને ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડની હજુ બે મેચ બાકી છે અને જો તે આ બંને મેચ જીતી જાય અને સ્કોટલેન્ડ તેની છેલ્લી મેચ હારી જાય તો પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ આવી શકે છે. ત્યારે ઈંગ્લેન્ડ નંબર-2 બની શકે છે. ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ સ્કોટલેન્ડ સામે છે. જો ઉલટફેર ન થયો હોત તો ઓસ્ટ્રેલિયાના સુપર-8માં ઇ1 ટીમ તરીકે પ્રવેશી શકી હોત.

ગ્રુપ સ્ટેજમાં હજુ 14 મેચ બાકી છે

ઝ20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજની હજુ 14 મેચો બાકી છે. ક્રિકેટમાં ગમે ત્યારે ઉલટફેર થઈ શકે છે. તેથી, કઇ ટીમ કયા નંબર પર હશે તે સંપૂર્ણ ગેરંટી સાથે કહી શકાય નહીં. પરંતુ હાલની સ્થિતિ કહે છે કે સુપર-8માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને જો પાકિસ્તાન સુપર -8માં પહોંચે તો તેની સામે ટકરાશે નહીં. કારણ કે, ઓસ્ટ્રેલિયા (ઇ) અને દક્ષિણ આફ્રિકા (ઉ) પોતપોતાના જૂથોમાં નંબર-1 રહી શકે છે. પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં ભારતના ગ્રુપ અમાં છે. શેડ્યૂલ અનુસાર, ગ્રુપ સ્ટેજમાં સાથે રમનારી ટીમો સુપર-8માં ટકરાશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement