For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્ર્વના મોટા અર્થતંત્રોમાં ભારતનો વિકાસ દર સૌથી વધુ રહેશે: વર્લ્ડ બેંક

11:34 AM Jun 12, 2024 IST | admin
વિશ્ર્વના મોટા અર્થતંત્રોમાં ભારતનો વિકાસ દર સૌથી વધુ રહેશે  વર્લ્ડ બેંક
Advertisement

વર્ષ 2024-25માં GDP 6.6%ના દરે વધવાનું અનુમાન રજૂ કર્યુ

વિશ્વ બેંકે ઋઢ2024-25 માટે ભારતના ૠઉઙ અનુમાનને 6.6% પર જાળવી રાખ્યું છે. અગાઉ એપ્રિલમાં પણ, વિશ્વ બેંકે ઋઢ25 માટે ભારતનો ૠઉઙ 6.6% રહેવાનો અંદાજ મૂક્યો હતો. વિશ્વ બેંકે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતો દેશ રહેશે. જો કે, ભારતના વિસ્તરણની ગતિ ધીમી થવાની ધારણા છે.
વિશ્વ બેંકે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં ઉચ્ચ વૃદ્ધિ દર પછી, નાણાકીય વર્ષ 2024-25 થી શરૂૂ થતા ત્રણ નાણાકીય વર્ષો માટે વાર્ષિક સરેરાશ 6.7% ની વૃદ્ધિનો અંદાજ છે. ઋઢ26માં ભારતની અર્થવ્યવસ્થા 6.7%ના દરે વૃદ્ધિ પામશે વિશ્વ બેંકે ઋઢ26માં ભારતની અર્થવ્યવસ્થા 6.7% અને ઋઢ27માં 6.8% રહેવાનું અનુમાન કર્યું છે. જ્યારે નાણાકીય વર્ષ 24 માં, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (ગજઘ) એ જીડીપી 8.2% ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે.
આરબીઆઈએ જીડીપીનો અંદાજ વધાર્યો, ફુગાવાનો અંદાજ અકબંધ રાખ્યો છે. છઇઈંએ ઋઢ25 માટે ૠઉઙ વૃદ્ધિનું અનુમાન વધારીને 7.2% કર્યું આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવાનો અંદાજ 4.5% જાળવી રાખ્યો છે.

Advertisement

વર્ષ 2024-25 માટે અગ્રણી નાણાકીય સંસ્થાઓનુું અનુમાન
સંસ્થા ગ્રોથરેટની આગાહી
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક 7%
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમીક કો. એન્ડ ડેવ. 6.6%
ફિચ 7%
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 8%
વિશ્વ બેંક 6.6%
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 7%
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ 6.8%
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 7.2%

Advertisement
Tags :
Advertisement
Advertisement