For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત ચંદ્ર પર પહોંચી ગયું, આપણા બાળકો ગટરમાં મરી રહ્યા છે: પાક. સાંસદનો ભારે ઉકળાટ

11:17 AM May 16, 2024 IST | Bhumika
ભારત ચંદ્ર પર પહોંચી ગયું  આપણા બાળકો ગટરમાં મરી રહ્યા છે  પાક  સાંસદનો ભારે ઉકળાટ
Advertisement

પાકિસ્તાનની મુઝાહીદા કૌમી મુવમેન્ટ નામના પક્ષના નેતા સૈયદ મુસ્તફા કમલે કાલે ભારત સાથે સરખામણી કરતા તેમના દેશમાં સુવિધાઓના અભાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. સાથે જ અમારા બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે.

કમલે સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું, આજે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે, ત્યારે અમારા બાળકો કરાચીમાં ગટરમાં પડીને મરી રહ્યા છે. આપણે આપણા ટીવી સ્ક્રીન પર સમાચાર જોઈએ છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે સેક્ધડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું છે.
એક અહેવાલને ટાંકીને તેમણે વધુમાં કહ્યું કે સિંધ પ્રાંતમાં ઓછામાં ઓછા 70 લાખ બાળકો શાળાએ નથી જઈ રહ્યા અને રાષ્ટ્રીય સ્તરે આ સંખ્યા 2.6 કરોડ છે. અમારી પાસે કુલ 48,000 શાળાઓ છે, પરંતુ એક નવો અહેવાલ કહે છે કે તેમાંથી 11,000 પભૂત શાળાઓથ છે, તેમણે કહ્યું. સિંધમાં 70 લાખ અને દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જતા નથી.

Advertisement

આ અહેવાલ પર આપણા નેતાઓને ઊંઘવા ન દેવી જોઈએ.પાકિસ્તાનના વરિષ્ઠ રાજનેતા મૌલાના ફઝલુર રહેમાને ભારત અને પાકિસ્તાન વચ્ચે આર્થિક અસમાનતા દર્શાવ્યાના દિવસો બાદ સૈયદ મુસ્તફા કમાલની ટિપ્પણી આવી છે. તેમણે કહ્યું હતું કે ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે અને અમે નાદારીથી બચવા માટે ભીખ માંગીએ છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement