For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વારાણસીમાં મોદી પાછળ, NDA ઉપર INDIA ભારી

11:59 AM Jun 04, 2024 IST | Bhumika
વારાણસીમાં મોદી પાછળ  nda ઉપર india ભારી
Advertisement

પ્રથમ રાઉન્ડમાં જ વડાપ્રધાન 4089 મતે પાછળ રહી ગયા બાદ બીજા રાઉન્ડમાં મામૂલી લીડથી આગળ: યુ.પી., રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્રમાં જબરી રસાકસી

સ્મૃતિ ઈરાની, કંગના, અરૂણ ગોવિલ પણ પાછળ, રાજનાથ, ગડકરી, અમિત શાહ, સિંધિયા સહિતના દિગજ્જો આગળ

Advertisement

લોકસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચુકી છે. ભાજપે સમગ્ર દેશમાં સુરતની બેઠક બિનહરીફ મેળવી હતી. તે જોતા કુલ 543માંથી 542 બેઠકો પર ગણતરી ચાલી રહી છે.શરૂઆતના દૌરની મતગણતરી મુજબ ભાજપ પ્રેરિત એનડીએ બહુમતિનો 272નો આંકડો પાર કરી લીધો છે. પણ એક્ઝિટ પોલ્સ મુજબ તે સાંદાદેખાવ કરી રહ્યું નથી. ઈન્ડિયા ગઠબંધન અનેક રાજ્યમાં તેને જોરદાર ટક્કર આપી રહ્યું છે.

સવારે 10-30 વાગ્યે ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ દેશમાં કોંગ્રેસ 100 બેઠક ઉપર આગળ ચાલી રહી છે.
પ્રારંભિક ટ્રેન્ડમાં વડાપ્રધાન મોદી 4089 મતે પાછળ રહી ગયા બાદ બીજા રાઉન્ડમાં મામુલી લીડમાં આગળ નીકળી ગયા હતા.

પ્રારંભીક અહેવાલ સુચવે છે કે, એનડીએ ગઠબંધન તામીલનાડુ-કેરળમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યું છે. કેરળમાં અત્યાર સુધી તેને એક પણ બેઠક મળી નહતી. પણ આ વખતે તે હાજરી નોંધાવી શકે તેમ છે. દક્ષિણના અન્ય રાજ્ય આંદ્ર તથા તેલંગાણામાં તેનો હાથ ઘણો ઉપર છે. અહેવાલો મુજબ આંદ્રની 25 બેઠકો માંથી એનડીએ ખુબ મજબુતાઈથી આગળ વધી રહ્યું છે. તેની સામે લડત આપી રહેલા મુખ્ય પ્રધાન જગનરેડીના પક્ષનું ધોવાણ થતુ દેખાઈ રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસનું સાસન હોવા છતાં 17 બેઠકો પૈકી ભાજપ 10થી પણ વધુ બેઠક ઉપર આગળ છે. દક્ષિણના અન્ય એક રાજ્ય કર્ણાટકની 28 બેઠકો પૈકી 18માં ભાજપ અને 8 પર કોંગ્રેસ સરસાઈ ધરાવી રહ્યા છે. ભાજપના ગઢ ગણાતા મધ્ય પ્રદેશમાં તે એક તરફી સરસાઈ ધરાવી રહ્યું છે. બીજી બાજુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન તેને જોરદાર ટક્કર આપી રહ્યું છે. મહારાષ્ટ્રના શરૂઆતી વલણો મુજબ ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસ અને સરદ પવારની એનસીપી સારી ટક્કર આપી રહયા છે. બિહારમાં એનડીએ મજબુત જણાય છે અને તેને કુલ 40માંથી બહુમતિ બેઠકો મળવાના એંધાણ છે. છતાં 2019ની તુલનામાં તેને ઘણી બેઠકો ગુમાવી પડી શકે છે.

સૌથી વધુ રસપ્રદ જંગ યુપીમાં જણાઈ રહ્યું છે. 80 બેઠકોની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભાજપ 55 અને ઈન્ડિયા ગઠબંધન 25 બેઠકો પર આગળ છે.સૌથી જેના પર નજર છે અને ભાજપની લીડનો મદાર છે એવા બે રાજ્યો ઓડીસા અને બંગાળમાં ભાજપ હાલમાં મજબુતપણે આગળ વધી રહ્યો છે. આમ છતાં બંગાળમાં તૃણમૃલનો સફાયો થઈ રહ્યાનું જણાતુ નથી. બીજી તરફ ઓડીસામાં એક્ઝિટપોલના પરિણામોનું પ્રતિબીંબ પડી રહ્યું છે. અહીં ભાજપ ખુબ આગળ છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ ચૂંટણી લડતા હોવા છતાં ભારે સરસાઈ ધરાવી રહ્યા છે. અહીં ભાજપ માત્ર બે બેઠકો પર આગળ છે જ્યારે બાકીની 11 બેઠકો વિપક્ષોને ફાળે જાય તેવું જણાય છે. હરિયાણાની 10 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જણાઈ રહી છે.

કાશ્મીરમાં પણ એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન બબ્બે બેઠકો પર આગળ છે. દિલ્હીની સાત પૈકી એક બેઠક પર આમ આદમી પાર્ટી આગળ છે. જ્યારે બાકીની છ પર ભાજપનો દબદબો દેખાઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની ચાર બેઠકોની મતગણતરી ચાલી રહી છે. પ્રાથમિક ગણતરી મુજબ ભાજપ ત્યાં આગળ છે. શરૂઆતમાં કોંગ્રેસ બે બેઠક ઉપર આગળ હતી પરંતુ પછી ચિત્ર પલટાઈ ગયું હતું. ઉત્તરાખંડની પાંચ બેઠકો ભાજપ સરસાઈ ભોગવી રહ્યો છે.

કઇ બેઠક પર કોણ આગળ અને કોણ પાછળ
વારાસણી બેઠક પરથી પીએમ મોદી પાછળ
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના કંગના રનૌત પાછળ
બિહારની હાજીપુર બેઠક પરથી ચિરાગ પાસવાન આગળ
પશ્ચિમ બંગાળમાં ભાજપ-TMCવચ્ચે કાંટાની ટક્કર
છિંદવાડાથી કોંગ્રેસના નકુલનાથ પાછળ
ગુનાથી ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ
લખનૌથી ભાજપના રાજનાથ સિંહ આગળ
કારાકાટથી અપક્ષ ઉમેદવાર પવન સિંહ આગળ
ઉત્તર પ્રદેશની 69 બેઠકના વલણમાં 39 બેઠક પર ભાજપ આગળ
મેરઠથી ભાજપના અરુણ ગોવિલ પાછળ
નાગપુર બેઠક પરથી ભાજપના નીતિન ગડકરી આગળ
મૈનપુરીથી સપાના ડિમ્પલ યાદવ આગળ
અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની આગળ
ક્ધહૈયા કુમાર ઉત્તર પૂર્વ દિલ્હીથી પાછળ
ગુજરાતની બેઠકની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી આગળ
બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જ્યારે ભરૂૂચ બેઠક પર આપના ચૈતર વસાવા આગળ ચાલી રહ્યાં છે.
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂૂપાલા આગળ
દિલ્હીની તમામ 7 બેઠક પર એનડીએ આગળ

Advertisement
Tags :
Advertisement
Advertisement