For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 28 જાન્યુઆરીએ રાજકોટમાં T-20 જંગ

12:04 PM Jun 21, 2024 IST | admin
ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 28 જાન્યુઆરીએ રાજકોટમાં t 20 જંગ

સપ્ટેમ્બરથી ઓકટોબર વચ્ચે બાંગ્લાદેશ સાથે 3 ટેસ્ટ, 3 ટી-20ની શ્રેણી, ઓકટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચ, બીસીસીઆઇએ જાહેર કર્યું નવું શેડ્યૂલ

Advertisement

ભારતીય ટીમના નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.તેના સમયપત્રકની જાહેરાત થોડા સમય પહેલા જ બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.

બાંગ્લાદેશની ટીમ આ વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે છે. આ શ્રેણીમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. આ મેચ ચેન્નાઈમાં રમાવાની છે. આ પછી 1 ઓક્ટોબરથી કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રણ ટી20 મેચોની વાત કરીએ તો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 6, 9 અને 12 ઓક્ટોબરે ત્રણ ટી20 મેચો રમતી જોવા મળશે. આ મેચોની યજમાની ધરમશાલા, દિલ્હી અને હૈદરાબાદને આપવામાં આવી છે.

Advertisement

ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ભારતના પ્રવાસે જવાની છે. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 16મી ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાવાની છે. બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે. આ સાથે જ આ શ્રેણીનો અંત આવશે.
ઈંગ્લેન્ડની ટીમ પણ ભારત આવશે. આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. આ સીરીઝમાં 5 ટી20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ ઘઉઈં મેચ રમાશે. પ્રથમ ટી20 મેચ 22 જાન્યુઆરીથી ચેન્નાઈમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરીએ કોલકાતામાં અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. શ્રેણીની ચોથી મેચ 31 જાન્યુઆરીએ પુણેમાં રમાવાની છે. છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે. શ્રેણીની પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ સાથે શ્રેણી સમાપ્ત થશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ- 19-23 સપ્ટેમ્બર 2024, ચેન્નાઈ
બીજી ટેસ્ટ-27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટો. 2024, કાનપુર
T20 શ્રેણી
1લી ટી20- 6 ઓક્ટોબર 2024, ધર્મશાલા
બીજી ટી20- 9 ઓક્ટોબર 2024, દિલ્હી
3જી ટી20- 12 ઓક્ટોબર 2024, હૈદરાબાદ

ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ- 16-20 ઓક્ટોબર 2024, બેંગલુરુ
બીજી ટેસ્ટ- 24-28 ઓક્ટોબર 2024, પુણે
ત્રીજી ટેસ્ટ- 1-5 નવેમ્બર 2024, મુંબઈ

ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ

T20 શ્રેણી
1લી ટી20 22 જાન્યુઆરી 2025, ચેન્નાઈ
બીજી ટી20 25 જાન્યુઆરી 2025, કોલકાતા
ત્રીજી ટી20 28 જાન્યુઆરી 2025, રાજકોટ
4થી ટી20 31 જાન્યુઆરી 2025, પુણે
પાંચમી ટી20- 2 ફેબ્રુઆરી 2025, મુંબઈ
ODI શ્રેણી
1લી ODI 6 ફેબ્રુઆરી 2025, નાગપુર
બીજી ODI 9 ફેબ્રુઆરી 2025, કટક
ત્રીજી ODI 12 ફેબ્રુઆરી 2025, અમદાવાદ

Advertisement
Tags :
Advertisement
Advertisement