For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ અને વડોદરામાં 30 સ્થળે ઇન્કમટેકસના દરોડા

01:51 PM May 18, 2024 IST | Bhumika
અમદાવાદ અને વડોદરામાં 30 સ્થળે ઇન્કમટેકસના દરોડા
Advertisement

સરકારી કોન્ટ્રાક્ટર અને બિલ્ડર્સ ખુરાના ગ્રૂપ અને તેના ભાગીદારોને સર્ચ અને સરવે: દરોડાની કામગીરીમાં રાજકોટના 15 અધિકારીઓ જોડાયા

ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ઇન્કમટેક્ષ સક્રિય થયું છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ગુજરાતના ખુરાના ગ્રુપ ઉપર આજ સવારથી દરોડા પાડ્યા છે.

Advertisement

અમદાવાદ અને વડોદરામાં 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાના ખુરાના ગ્રુપ તેમજ અમદવાદના માધવ ક્ધસ્ટ્રકશનને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેમજ વડોદરાના સરકારી કોન્ટ્રાક્ટર અને બિલ્ડર્સ અને તેના ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગે સર્ચ અને સર્વે કામગીરી શરુ કરી છે. આ કાર્યવાહીમાં રાજકોટથી 10થી 15 અધિકારીઓની ટીમ પણ દરોડામાં જોડાઈ હતી.

ઇન્કમટેક્ષ વિભાગે ગુજરાતમાં ચુંટણી બાદ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ ક્ધસ્ટ્રકશન ગ્રુપને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગ ત્રાટક્યું હતું અને અલગ અલગ 30 થી વધુ સ્થળે દરોડા પાડ્યા છે. વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના અને તેના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ સવારથી દરોડા માટે પહોચી હતી અને ખુરાના ગ્રુપને ત્યાં તપાસ શરુ કરી છે. તેમજ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા અમદાવાદમાં માધવ ક્ધસ્ટ્રકશનના સુધીરખુરાના વિક્રમ ખુરાના અને આશિષ ખુરાના ને ત્યાં પણ સવારથી દરોડા પાડવામાં આવ્યા છે.

ઇન્કમટેક્ષ વિભાગની અલગ અલગ 100થી વધુ અધિકારીઓ સહિતનો સ્ટાફ આ દરોડામાં જોડાયો છે. અમદાવાદ અને બરોડા મળી કુલ 30 જગ્યાએ સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરામાં સર્ચ અને સર્વેની કામગીરી બાદ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.વડોદરા અને અમદવાદમાં દરોડાની કાર્યવાહીમાં રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગના 10 થી 15 અધિકારીઓ પણ જોડાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement