For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણીમાં કાળા નાણા-હવાલાની ફરિયાદો માટે ઇન્કમટેકસ વિભાગે ખોલ્યો ક્ધટ્રોલરૂમ

11:48 AM Mar 20, 2024 IST | Bhumika
ચૂંટણીમાં કાળા નાણા હવાલાની ફરિયાદો માટે ઇન્કમટેકસ વિભાગે ખોલ્યો ક્ધટ્રોલરૂમ

ટોલ ફી નંબર અને ઇ-મેલ ઉપર માહિતી આપી શકાશે

Advertisement

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂૂમ શરૂૂ કરવામાં આવ્યો છે. તેમજ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર, વોટ્સ ઍપ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી. જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.જેના ભાગરૂૂપે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી ગતીવિધિ સંદર્ભે કોઈપણ પ્રકારની જાણકારી આપવા કે ફરિયાદ કરવા આવક વેરા વિભાગ દ્વારા રૂૂમ નં.141, પહેલો માળ, આયકર ભવન, અમદાવાદ ખાતે કંટ્રોલ રૂૂમ શરૂૂ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ટોલ ફ્રી નં. 1800-599-99999, લેન્ડ લાઈન નં. 079-29911052/3/4/5 જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વોટ્સઍપ નં. 8160745408 પર તથા આવક વેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈમેઈલ આઈ.ડી. clean gujara telecon income tax.gov.in પર પણ ફરિયાદ કરી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement