For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુરમાં પરિવાર ધાબા પર સુવા ગયો ને તસ્કરોએ કળા કરી: રૂપિયા 1.71 લાખની મતા ચોરાઈ

01:04 PM May 14, 2024 IST | Bhumika
વીરપુરમાં પરિવાર ધાબા પર સુવા ગયો ને તસ્કરોએ કળા કરી  રૂપિયા 1 71 લાખની મતા ચોરાઈ
Advertisement

રાજકોટ જિલ્લાના વીરપુર જલારામ મંદિર પાસે રહેતા શિક્ષક પરિવાર સાથે ધાબા પર સુવા ગયા હતા અને તસ્કરોએ મકાનને નિશાન બનાવી મુખ્યદરવાજાના નકુચા ડીસમીસથી તોડી કબાટમાંથી રૂા. 1.40 લાખની રોકડ રકમ અને સોનાનું બ્રેસલેટ મળી 1.71 લાખની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ જેતપુર રહેતા રિઢા તસ્કરની ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ત્રંબા ગામે આવેલ ગ્રીન ફામ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ભાર્ગવભાઈ કનકરાય જાની ઉ.વ.38એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વીરપુરના અમિત ભૂપત ડાભી ઉ.વ.26નું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી વેકેશન હોય પોતાના પરિવાર સાથે વીરપુર માતા-પિતાના ઘરે રોકાવવા આવ્યા હતા અને ઘરે કડિયાકામ ચાલતું હોય ગઈકાલે રાત્રે પરિવારજનો ધાબા પર સુવા ગયા હતા આ દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનો નકુચો ડીસમીસથી તોડી ઘરમાં પ્રવેસ કરી કબાટમાંથી 1.40 લાખની રોકડ અને 5.530 ગ્રામનું સોનાનું બ્રેસલેટ મળી 1.71 લાખની માલમત્તાની ચોરી કરી ગયા હતાં.

Advertisement

સવારે ફરિયાદી પરિવાર સાથે જાગ્યા ત્યારે મકાનનો દરવાજો બહારથી બંધ હોય પાડોશીએ દરવાજો ખોલ્યા બાદ ઘરમાજઈ તપાસ કરતા ચોરી થયાની જાણ થઈ હતી. આબનાવ અંગે પોલીસને જાણ કરી હતી અને ઘરે ચાલતા કડિયાકામની મજુરી કરતા શખ્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

પોલીસે શિક્ષકની ફરિયાદ પરથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખી રીઢા તસ્કર અમીત ભુપત ડાભી ઉ.વ.26નીધરપકડ કરી રોકડ અને સોનાનું બ્રેસલેટ કબ્જે કર્યુ છે. આ બનાવની તપાસ પીએસઆઈ એસ.વી. ગરચર ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement