For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે મારામારી નવા કાયદાની કલમ હેઠળ ગુના નોંધાયા

12:15 PM Jun 20, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે મારામારી નવા કાયદાની કલમ હેઠળ ગુના નોંધાયા
Advertisement

રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે મારામારીના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પોલીસે નવા કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કર્યા છે. ગોંડલના બંધિયા ગામે શેઢા પાડોશી વચ્ચે મનદુખના કારણે બે જૂથ વચ્ચે ધીંગાણુ ખેલાયું હતું. જેમાં સામસામા ઘાતક હથિયાર વડે હુમલા કર્યા હતાં. આ અંગે પોલીસે બન્ને જુથની ફરિયાદ પરથી ગુના દાખલ કર્યા છે.

આ બનાવની જાણવા મલતી વિગત મુજબ ગોંડલના બંધિયા ગામે રહેતા અને પ્રાઈવેટમાં નોકરી કરતા જેવીનભાઈ પરેશભાઈ મકવાણા ઉ.વ.23 નામના કડિયા યુવાને નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે છગન બચુભાઈ સોજીત્રા, મનસુખ બચુભાઈ સોજીત્રા, ભુપત બચુભાઈ સોજીત્રા અને છગનભાઈના પત્નીનું નામ આપ્યું છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીના શેઠે આવેલ વિવાદીત જમીનમાં ખેતી કરતા હોય તે બાબતે ફરિયાદીએ ના પાડતા આરોપીને સારુ નહી લાગતા આરોપીઓએ કોદાળીજેવા હથિયારો વડે હુમલો કરી માથામાં ઈજા કરી હતી. જ્યારે સામાપક્ષે જયાબેન છગનભાઈ સોજીત્રા ઉ.વ.62 નામના વૃધ્ધાએ પોલીસમાં નોંધાવેલ આરોપી તરીકે લાલજીભાઈ કેશવજીભાઈ મકવાણા, પરેશ લાલજીભાઈ મકવાણા અને જેવીન કેશવજીભાઈ મકવાણાએ ફરિયાદીની વારસાઈ જમીન દબાવેલ હોય જે બાબતે કોર્ટમાં દાવો ચાલતો હોય જે દાવાનો હુકમ ફરિયાદી તરફે આવતા આરોપીઓએ વિવાદીત જમીનનો કબ્જો મેળવવા ફરિયાદી અને સાહેદો ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે બન્ને જુથની ફરિયાદ પરથી નવા કાયદાની કલમ 118 (1), 115 (2), 352, 351 (1-2), 324 (4) અને 52 મુજબ તેમજ સામાપક્ષે પણ કલમ 115 (2), 352, 351 (1-2) અને 125 (ક) તેમજ 52 મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ ઉપરાંત પડધરીના દેપાળિયા ગામે પેસેન્જર ભરવા બાબતે માથાકુટ થતાં ખામટા ગામે રહેતા આશિષ વલ્લભભાઈચૌહાણ ઉ.વ.31 નામના કાર ચાલક યુવાન પર રીક્ષાચાલક દેવરાજ ગોવિંદભાઈ ઝાપડા, મસરુ ગોવિંદભાઈ ઝાપડાએ હુમલો કરી મારમારી હડધુત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં પણ પોલીસે નવા કાયદાની કલમ 115(2), 118, 352, 354 અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
જ્યારે જસદણના ગોખલાણા ગામે રહેતા નયનપરી દિનેશપરી ગોસાઈ ઉ.વ.23 નામના બાવાજી યુવાનને ઉછીના પૈસા બાબતે માથાકુટ ચાલતી આવતી હોય ફરિયાદીના પિતાને આરોપી જયદીપ કનકભાઈ ગીડા, રાજુ નાથાભાઈ ગીડા, કનકભાઈ મેરામભાઈ ગીડા, બંટીભાઈ આલકુભાઈ ગીડાએ પકડી રાખી લોખંડના પાઈપ વડે મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement