For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ આ જીલ્લામાં પડ્યો

10:57 AM Jun 18, 2024 IST | Bhumika
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસ્યો વરસાદ  સૌથી વધુ આ જીલ્લામાં પડ્યો
Advertisement

રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસું શરુ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.ભાવનગરના ગારીયાધરમાં 1.3 ઇંચ વરસાદ વરસાદ ખાબક્યો હતો.જ્યારે લીલીયા અને કવાંટમાં 1 - 1 ઇંચ વરસાદ નોંધાયો છે.ઉમરગામ અને નાંદોદમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 15 તાલુકાઓમાં 1 MM થી 15 MM વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે મેઘમહેર જોવા મળી છે. સોમવારે સાવરકુંડલાના જીરા, બોરાળા, ખડકલા, જૂના સાવર, લાઠીના હરસુરપુર, બાબરાના વાંડળીયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે બાબરા અને લીલીયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ભાવનગરના ગારીયાધારમાં પણ ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓ વહેતી થઇ હતી.

Advertisement

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 જૂનના રોજ એટલે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement