For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંગડિયા પેઢીમાં ક્રિકેટ સાથે ડ્રગ્સના હવાલાનું નેટવર્ક ખુલ્યું

04:07 PM May 22, 2024 IST | admin
આંગડિયા પેઢીમાં ક્રિકેટ સાથે ડ્રગ્સના હવાલાનું નેટવર્ક ખુલ્યું

એચ.એમ.આંગડિયાને નારર્કોટિકસ બ્યૂરોનું તેડું, બે વર્ષના હિસાબો માગ્યા

Advertisement

ગુજરાતની આંગડિયા પેઢી ઉપર પડેલા રાજ્યવ્યાપી દરોડામાં સીઆઇડી ક્રાઈમ અને અન્ય એજન્સીઓએ કરેલી તપાસ બાદ હવે ક્રિકેટના હવાલા સાથે ડ્રગ્સના હવાલાનું નેટવર્ક બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના સીજી રોડ ઉપર આવેલી એચ એમ આંગડિયા પેઢીને દિલ્હી નાર્કોટીકસ્ટ વિભાગે નોટીસ આપી છે. જેમાં એનસીબીના ઇન્સ્પેક્ટર દ્વારા મોકલવામાં આવેલા સમન્સની કોપી એચ એમ આંગડિયા પેઢીની ઓફિસની બહાર ચોંટાડેલી જોવા મળી હતી.

જેમાં દિલ્હી નાર્કોટીકસ્ટ વિભાગે ડ્રગ્સ કેસની તપાસ કરી હોય જેમાં ડ્રગ્સના રૂૂપિયા મનોહરલાલ ઐનાની નામના શખ્સને આંગડીયા પેઢી મારફતે મોકલવામાં આવ્યા હોય આ ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની માહિતી આપવા છેલ્લાં બે વર્ષના નાણાકીય વર્ષના હિસાબો સાથે દિલ્હી નાર્કોટીકસ્ટ વિભાગમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. દિલ્હી ખાતે આવેલી એનસીબીની ઓફિસમાં આંગડિયા પેઢીના જવાબદાર વ્યક્તિને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવતા આ મામલે હવે ક્રિકેટના સટ્ટા સાથે ડ્રગ્સના રૂૂપિયાનું હવાલા નેટવર્ક પણ બહાર આવે તેવી શક્યતા છે.

Advertisement

સીઆઈડી ક્રાઈમ અને અન્ય એજન્સીઓએ ગુજરાતના અમદાવાદ,બરોડા અને સુરત સહીત અલગ અલગ આંગડીયા પેઢી ઉપર રાજય વ્યાપી દરોડા પાડ્યા હતા. અમદાવાદના સીજી રોડ પર ઇસ્કોન આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં 20થી વધુ આંગડિયા પેઢીની ઓફિસો આવેલી છે. કરેલા દરોડાની કાર્યવાહી બાદ એક અઠવાડિયા બાદ આંગડિયા પેઢીઓની ઓફિસો ફરીથી શરૂૂ થઇ ગઈ છે.

બીજી તરફ તપાસમાં પીએમ એન્ટરપ્રાઇઝ, એચ.એમ. આંગડિયા સહિતની આંગડિયા પેઢીનાં નામ બહાર આવ્યાં છે. તે તમામ ઓફિસો ફરીથી ધમધમતી અને ચાલુ જોવા મળી હતી. આંગડિયા પેઢી મારફતે ક્રિકેટના હવાલા સાથે ડ્રગ્સના રૂૂપિયા હવાલાનું નેટવર્ક બહાર આવ્યું છે.

આંગડિયા પેઢીઓમાં અનેક પ્રકારના હવાલાથી લેવડ દેવડ ફરીથી ચાલુ થઈ છે કે કેમ તે અંગે કંઈપણ વાતચીત કરવા માટે તૈયાર થયું નહોતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના જોધપુર ખાતે જે એમડી ડ્રગ્સ અને અન્ય ડ્રગ્સ ઝડપાયું તેમાં મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતનું કનેક્શન નીકળ્યું હતું.
રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સના વેપારના કેટલાક મની ટ્રાન્સફરના હવાલા આંગડિયા પેઢીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ શક્યતાઓના પગલે જ રાજ્યની વિવિધ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની પૂરી શક્યતા છે.

એચ એમ આંગડિયા પેઢીની ઓફિસની બહાર પણ એનસીબી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને લઈને હવે અનેક સવાલ ઊભા થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement