For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળમાં પાંચ મહિના પૂર્વે જ પરણેલા દંપતીએ ડાઇ ગટગટાવી લીધી

04:25 PM Jun 11, 2024 IST | admin
શાપર વેરાવળમાં પાંચ મહિના પૂર્વે જ પરણેલા દંપતીએ ડાઇ ગટગટાવી લીધી
Advertisement

બન્ને વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા ભરેલું પગલું: સારવારમાં

શાપર- વેરાવળમાં કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા અને પાંચ મહીના પૂર્વે જ પરણેલા દંપતીએ સામાન્ય બાબતે ઝઘડો થતા માથામાં નાખવાની ડાઇ પી જતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ શાપર-વેરાવળમાં ટીલાસ કંપનીની ઓરડીમાં હી મજુરી કામ કરતા આકાશ પુરણલાલ રાજપુત (ઉ.21) અને તેની પત્ની કવીતા (ઉ.19)એ આજે બપોરે પોતાની ઓરડીમાં હતા
ત્યારે વાત-વાતમાં બન્ને વચ્ચે ઝઘડો થતા દંપતીએ માથામાં નાખવાની ડાઇ પી જતા બન્નેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં બન્નેના પાંચ મહીના પહેલા જ લગ્ન થયાવ છે અને હાલ પત્નીને બે મહીનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement