For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલામાં પ્રેમિકાએ પ્રેમીની કરી હત્યા

11:51 AM May 15, 2024 IST | Bhumika
રાજુલામાં પ્રેમિકાએ પ્રેમીની કરી હત્યા
Advertisement

અમરેલીના રાજુલામાં પ્રેમિકાએ પ્રેમીની હત્યા કર્યાનું રાજ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝગડો થતા પ્રેમિકાએ તેને પતાવી દીધો હતી. તેમજ તેના ઉપર આરોપ ન આવે તે માટે થઇને તેને લટકાવી દેવામાં આવ્યો હતો. લીલાપીર ધાર રહેતા રમેશ વેગડ નામના શખ્સની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. શંકાના આધારે તેના પત્ની કૈલાશબેન દ્વારા હત્યા કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

રાજુલા મહિલા પીઆઇ ઇન્દુબા ગિડાએ આ હત્યામાં તેની પ્રેમિકા શંકાના દાયરામાં હોવાથી પૂછપરછ કરવામાં આવી હતી. સોનલ પરમાર નામની પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કબુલાતમાં મૃતક રમેશ ભોળાભાઇ વેગડની સાથે પ્રેમ સંબંધ હતો અને મહિલા મૃતકને મળવા ગઈ હતી તે દરમિયાન બંને વચ્ચે ઝગડો થતા ધક્કો મારી દેતા રમેશને માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. તેથી પ્રેમિકા ડરી ગઈ હતી અને મોકાનો ફાયદો ઉઠાવીને તેને રમેશને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દઇને ઉપર લટકાવી દીધો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement