For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં અકસ્માતની નુકશાનીનો ખર્ચ માગી નશાખોર યુવતીએ એક્ટિવા સળગાવ્યું

11:44 AM Jun 06, 2024 IST | admin
રાજકોટમાં અકસ્માતની નુકશાનીનો ખર્ચ માગી નશાખોર યુવતીએ એક્ટિવા સળગાવ્યું
Advertisement

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાદ પોલીસે યુવતીની કરેલી ધરપકડ

Advertisement

ગાંધીના ગુજરાતમાં દારૂૂબંધી છે, પરંતુ તેનો કડક અમલ માત્ર કાગળ પર જ થઈ રહ્યો છે તેમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. રાજ્યમાં છાશવારે દારૂૂબંધીના લીરેલીરા ઉડાવતા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. દારૂના નશામાં ચુર લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે, ત્યારે આવો જ વધુ એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે.
જેમાં દારૂના નશામાં ધૂત એક યુવતીએ અકસ્માત બાદ સરેઆમ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો અને પોતાના જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ નજીક આજે બપોરના સમયે બે યુવતીઓના એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે પૈકી એક યુવતી દારૂૂના નશામાં ધૂત હતી. જ્યારે અન્ય યુવતીએ પોતાના એક્ટિવાને થયેલા નુક્સાન માટે નાણાં માંગતા નશામાં ધૂત યુવતીએ દેકારો મચાવ્યો હતો.
નશામાં ધૂત યુવતીએ હાથમાં છરી લઈને નાણા માંગી રહેલી યુવતીને ધમકાવી હતી. આટલું જ નહીં, યુવતીએ પોતાના જ એક્ટિવાને આડુ પાડીને તેમાંથી પેટ્રોલ કાઢ્યુ હતુ અને પછી આગ ચાંપી દીધી હતી. થોડીવારમાં નશામાં ધૂત યુવતીનું એક્ટિવા ભડભડ સળગવા લાગ્યું હતુ. આ સમગ્ર ઘટના ત્યાં ઉપસ્થિત લોકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ મામલે રાજકોટ તાલુકા પોલીસે તપાસ કરી એકટીવા સળગાવનાર યુવતીની ઓળખ મેળવી હતી. સયાજી હોટલ પાસે જ ચાર માળીયા કવાર્ટસમાં રહેતી ભાનુમતી ચેતન સાપરા (ઉ.વ.30) હોવાનું જાણવા મળતા પડેલીએ તેની આપે ગુનો નોંધી ભાનુમતીની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement