For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખામાં 14 આસામીઓના ગુમ થયેલા રૂપિયા સવા બે લાખના મોબાઈલ ફોન શોધી અપાયા

10:58 AM May 22, 2024 IST | Bhumika
ઓખામાં 14 આસામીઓના ગુમ થયેલા રૂપિયા સવા બે લાખના મોબાઈલ ફોન શોધી અપાયા
Advertisement

  દેવભૂમિ દ્વારકાના છેવાડાના વિસ્તાર એવા ઓખા મંડળમાં છેલ્લા આશરે ચારેક માસના સમયગાળા દરમિયાન જુદા જુદા યાત્રાળુઓ , આસામીઓના મોબાઈલ ફોન ચોરી થયાના તેમજ ગુમ થયાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરુ દ્વારા ટેકનીકલ એનાલિસીસ કરી અને આશરે રૂપિયા 2.20 લાખની કિંમતના 14 મોબાઈલ ફોન શોધી કાઢી અને મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા.આમ, ઓખા મરીન પોલીસે "તેરા તુજકો અર્પણ"ની નોંધપાત્ર કામગીરી કરી હતી.
Advertisement
Tags :
Advertisement
Advertisement