For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુકાવાવના નાજાપુરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો આપઘાતનો પ્રયાસ

01:34 PM Jun 19, 2024 IST | admin
કુકાવાવના નાજાપુરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિનો આપઘાતનો પ્રયાસ

કુકાવાવના નાજાપુર ગામે પત્ની સાથે ઝઘડો થતા યુવકને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા બુદ્ધનગરમાં રહેતા રાહુલ ગોવધનભાઈ ગોહિલ નામનો 23 વર્ષનો યુવાન કુકાવાવના નાજાપુર ગામ પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે કુકાવવા અને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં રાહુલ ગોહિલે પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જે પત્ની બીજાને લઈને ભાગી જતા રાહુલે બીજી વખત પ્રેમ લગ્ન કર્યા હતા અને જે પત્ની સાથે ઝઘડો થતાં રાહુલને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં શીતળા માતાજીના મંદિર પાસે રહેતા મયુર મુકેશભાઈ મકવાણા નામના 24 વર્ષના યુવકના ઘરે આઠ દિવસ પૂર્વે પુત્રીનો જન્મ થયો હતો નવજાત પુત્રીનું મોત નીપજતા પુત્રીના આઘાતમાં મયુર મકવાણાએ ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement