For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં શ્ર્વાને 25 લોકોને બચકાં ભર્યાં

01:24 PM May 04, 2024 IST | Bhumika
મોરબીમાં શ્ર્વાને 25 લોકોને બચકાં ભર્યાં
Advertisement

મોરબીમાં ગરમી વધતાની સાથે સાથે હિટવેવની અસર પ્રાણીઓમાં પણ ધીમે ધીમે જોવા મળી રહી છે. જેમાં દર વર્ષે ગરમીનો પારો ચડે અને સાથે સાથે આખલાઓ અને શ્વાનનો પણ મગજની નસો ફાટતી હોય તેમ પારો આસમાને ચડે છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બાળકો બને છે.

આવી જ ઘટના મોરબીમાં પણ સામે આવી છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં શ્વાને બાળકી અને વૃદ્ધ સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને બચકા ભરી લેતા હડકવાના ઇન્જેક્શન લેવા મોરબી સિવિલ હોસ્પિટલ ધક્કા ખાવા પહોચવું પડ્યું હતું. જો કે રહીશોના કહેવા મુજબ આજના દિવસમાં જુદા જુદા 25થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે અને ઈજાગ્રસ્ત કર્યા છે ત્યારે શેરીઓમાં નીકળવું મુશ્કેલ બની ગયું છે.

Advertisement

આવી જ ઘટના મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ માં પણ શ્વાન ના આતંકના કિસ્સાઓ સામે આવ્યા હતા અને જુદા જુદા દસથી વધુ લોકોને શ્વાન કરડતા હડકવાના ઇન્જેક્શન ખાવા પડયા હતા સામાન્ય રીતે આ રખડતા શ્વાનની ભોગ બાળકો અને વૃદ્ધો તેમજ રાહ ચાલતા મહિલાઓ વાહન ચાલકો બનતા હોય છે ત્યારે ગત વર્ષે પણ આ સીઝનમાં જ 150થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ શ્વાન અને રખડતા આખલા કાળઝાળ ગરમીમાં તેના હોર્મોન્સ માં ફેરફાર થતો હોવાથી આવી હરકતો કરે છે તેવું પશુ ચિકિત્સકોનું માનવું છે એટલે એ તો પ્રાણીઓ છે સમજશે નહિ પણ લોકોએ જ સાવચેતી રાખવી અત્યંત જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement