For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં યુવતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

12:08 PM Apr 12, 2024 IST | Bhumika
મોરબીમાં યુવતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી નવા બસ સ્ટેન્ડ આર.કે.ઘુઘરા નામની દુકાન પાસે ત્રણ શખ્સોએ યુવતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબી વાઘપરા શેરી નં -14 માં રહેતા મીરાબેન સનતભાઇ ડુબલ (ઉ.વ.32) એ આરોપી તૌફીક ઇબ્રાહિમભાઈ ચાનીયા રહે. મોરબી પરસોતમ ચોક તથા કાનજી રાવળ રહે. મોરબી તથા અજાણ્યા માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. 10-04-2024 ના રોજ ફરીયાદીની આર.કે.ઘુઘરા નામની દુકાન પાસે આરોપીઓએ આવીને કોઇ કારણવગર ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન બહાર પડેલ ટેબલ ખુરશી તથા કાઉન્ટર ના ઘા કરી નુકસાન કરી કર્યું હતું જેથી ભોગ બનનાર મીરાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ-506(2),504,427,114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement