For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેરડી ગામે પ્રેમપ્રકરણનો ખાર રાખી આધેડ ઉપર પિતા-પુત્રનો ધોકાથી હુમલો

04:25 PM Jun 10, 2024 IST | admin
ખેરડી ગામે પ્રેમપ્રકરણનો ખાર રાખી આધેડ ઉપર પિતા પુત્રનો ધોકાથી હુમલો

રાજકોટ તાલુકાના ખેરડી ગામે પ્રેમપ્રકરણનો ખાર રાખી આધેડ ઉપર પિતા-પુત્રએ ધોકાથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યો હતો. ભત્રીજો આરોપીની પુત્રવુધને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ ખરેડી ગામે રહેતા રામજીભાઈ માવજીભાઈ નકુમ(ઉ.વ 50)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા વલ્લભ નારણભાઈ પરમાર અને તેના પુત્ર કિશોરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના સુમારે તે ઘર નજીક રામાપીરના મંદિર પાસે પહોંચતા વલ્લભ અને તેનો દીકરો કિશોર બંને તેની પાસે આવી કોઈપણ જાતની વાતચીત કર્યા વગર ઝઘડો કરવા લાગ્યા હતા અને વલ્લભે તેના હાથમાં રહેલી લાકડી વડે હુમલો કરી દીધો હતો.આધેડ હાથ આડો રાખતા હાથનાભાગે લાકડીના ઘા લાગી ગયા હતા અને ડાબા પગમાં તથા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ પિતા-પુત્ર અહીંથી જતા રહ્યા હતા ત્યારબાદ આદરણી 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેમને પગના નળાનાભાગે અને હાથમાં આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું.

Advertisement

રામજીભાઈએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના સગા નાના ભાઈ પ્રવીણ નકુમ કે જે અગાઉ ગામમાં જ રહેતો હતા હાલ રાજકોટ રહેવા જતા રહ્યા હોય તેના પુત્ર હિતેન અને વલ્લભભાઈની પુત્રવધુ વચ્ચે પ્રેમ સંબંધ હોય અને આ બંને ભાગી જતા આ બાબતના મનદુ:ખનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement