For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં પૂનમબેન અઢી લાખ મતે વિજેતા

04:32 PM Jun 04, 2024 IST | Bhumika
જામનગરમાં પૂનમબેન અઢી લાખ મતે વિજેતા
Advertisement

સાતેય વિધાનસભા મત વિસ્તારમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા, કોંગ્રેસના નવા ખેલાડી જે.પી.મારવિયાનો પરાજય, અન્ય ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

લોકસભાની ચૂંટણીની મતગણતરી આજરોજ શરૂ થયેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમે અઢી લાખ મતની જંગી લીડ મેળવી હેટ્રીક નોંધાવી છે. જેની સામે કોંગ્રેસના નવા ખેલાડી જે.પી.મારવીયાનો પરાજય થયો છે. તેમજ અન્ય ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થવા જેટલા જ મત મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જામનગરના લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની આજે લોકસભાની ચૂંટણી મતગણતરી પૂર્ણ થઇ ત્યારે જંગી લીડ સાથે વિજય મેળવ્યો હતો. તેમણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે જીત મેળવી છે. આ વખતે રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરૂદ્ધ કરવામાં આવેલ અને તેમની વિરૂદ્ધ મતદાન માટે પણ તમામ પ્રયાસો કરાયેલ છતા પૂનમબેન માડમે અઢી લાખથી વધુ મતની લીડ સાથે વિજય મેળવ્યો છે.

Advertisement

જામનગરમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તાજેતરની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. આજે સવારે મતગણતરી શરૂ થયા બાદ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તેમના કોંગ્રેસના હરીફ જેપી મારવિયા કરતાં વિશાળ માર્જિનથી આગળ છે. પૂનમબેન માડમ રાઉન્ડની ગણત્રી દરમિયાન 2.5 લાખ મતથી વધુની લીડથી આગળ છે. ભાજપ 2014 થી આ બેઠક જાળવી રાખે છે. પ્રારંભિક ગણતરીના વલણો સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા મજબૂત પ્રદર્શન દર્શાવે છે. પાર્ટી રાજ્યની 26 લોકસભા બેઠકોમાં અગ્રેસર છે, જેમાં જામનગર બ્રાસ ઉદ્યોગ સહીત સુરત અને વડોદરા જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ દરમિયાન કોંગ્રેસ રાજ્યમાં ચઢાવની લડાઈનો સામનો કરી રહી છે. જામનગરમાં પાર્ટીના ઉમેદવાર જેપી મારાવિયા અત્યાર સુધી ભાજપના વોટ શેરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં નિષ્ફળ રહ્યા છે.

અને આજે મતગણતરી પૂર્ણ થવા આવી છે ત્યારે કાલાવડ, ગ્રામ્ય, ઉત્તર, દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતવિસ્તારોમાં સૌથી વધુ મત મેળવી 2.5 લાખ મતની સરસાઇ મેળવી લીધી છે અને હવે વિજય ઘોષિત થવાની ઘડીઓ ગણઇ રહી છે. આમ લોકસભાની જામનગરની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે ફરી વખત જંગી લીડ સાથે વિજય પ્રાપ્ત કરી આ બેઠક ઉપર હેટ્રીક નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવિયાનો પરાજય થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement