For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 6.89 લાખ મતદારો વધ્યા, કુલ સંખ્યા 4,87,59,709 ઉપર પહોંચી

11:31 AM Jan 05, 2024 IST | Bhumika
ગુજરાતમાં 6 89 લાખ મતદારો વધ્યા  કુલ સંખ્યા 4 87 59 709 ઉપર પહોંચી

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના માર્ગદર્શન હેઠળ લોકસભાની આગામી ચૂંટણીઓના અનુસંધાને ગુજરાતમાં ગત 27 ઑક્ટોબરથી 9 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તેના ભાગરૂૂપે, 27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરાયેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરુષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા પરંતુ હવે, 5મી જાન્યુઆરી-2024એ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,54,69,723 પુરુષ, 2,39,78,243 સ્ત્રી તથા 1,503 ત્રીજી જાતિના મળી 4,94,49,469 કુલ મતદારો નોંધાયા છે.

Advertisement

આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂૂપે આખરી મતદાર યાદીમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 3,14,735 પુરુષ, 3,74,971 લાખ સ્ત્રી તથા 54 ત્રીજી જાતિના મળી કુલ 6,89,760 મતદારોનો ઉમેરો કરાયો છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત અવસાન પામેલા 1,53,958 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જ્યારે 4,60,153 મતદારોની વિગતોમાં સુધારા કરવામાં આવ્યા છે.

હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન ટજ્ઞયિિં ઇંયહાહશક્ષય આા અને વેબસાઇટ વિિંાંત://દજ્ઞયિંતિ.યભશ.લજ્ઞદ.શક્ષ/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે.જો નામ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ ઓનલાઇન અરજી કરી શકાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement