For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા પુનિતનગર વિસ્તારમાં ભાજપ પ્રવેશ બંધીના બેનર લાગ્યા

11:48 AM Apr 10, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રા પુનિતનગર વિસ્તારમાં ભાજપ પ્રવેશ બંધીના બેનર લાગ્યા

રાજ્યભરમાં પુરષોત્તમ રૂૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ સામે આવ્યો છે તેવામાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે હવે લડાઇ ભાજપ સામે આવી ગઈ હોય તેવું નજરે પડે છે. રાજ્યના મોટાભાગના ગામોમાં જ્યાં સુધી રૂૂપાલાની ટિકિટ રદ નહિ થાય ત્યાં સુધી ભાજપને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા પંથકમાં પણ આ પ્રકારે જુદા જુદા વિસ્તારોમાં ભાજપ માટે પ્રવેશ બંધી જાહેર કરતા બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં જાણવા મલ્ટી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના પુનિત નગર વિસ્તાર તથા કોંઢ, રાજચરાડી, જેગડવા સહિતના ગામોમાં પણ આ પ્રકારે રૂૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમજે બેનર લગાવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા જ્યાં સુધી રૂૂપાલાની ટિકિટ રદ નહિ થાય ત્યાં સુધી દેખાવો યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જોકે હાલ સમગ્ર મામલો હવે ભાજપ પ્રચાર પર આવી ચૂક્યો છે જેમાં ભાજપ દ્વારા આવનારી લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર માટે પ્રચાર કવિ પણ કઠિન થયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement