For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરાજીમાં દારૂના નશામાં યુવાને ગળેફાંસો ખાઇ લીધો

12:35 PM Jun 25, 2024 IST | Bhumika
ધોરાજીમાં દારૂના નશામાં યુવાને ગળેફાંસો ખાઇ લીધો
oplus_32
Advertisement

ધોરાજીમાં આવેલા ગુલાબનગરમાં રહેતા યુવાને દારૂૂના નશામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધોરાજીમાં આવેલા ગુલાબનગરમાં રહેતા રવિ સુરેશભાઈ સુરેલા નામનો 32 વર્ષનો યુવાન સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પિતાને ગળેફાંસો ખાતા જોઈ ગયેલી નવ વર્ષની પુત્રી પાયલ સુરેલાએ પરિવારને જાણ કરતા પરિવારે તાત્કાલિક રવિ સુરેલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રવિ સુરેલા બે ભાઈ બે બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. રવિ સુરેલાએ અગાઉ પણ એક વખતનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને હાલમાં રવિ સુરેલાએ દારૂૂના નશામાં ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલના ભોજપરા ગામે રહેતા બાબુભાઈ કરસનભાઈ સરવૈયા નામના 50 વર્ષના આધેડ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જ્યારે રાજુલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતા રણજીત ભરતભાઈ ધાખડા નામનો 25 વર્ષનો યુવાન વડલી રોડ ઉપર હતો ત્યારે ઝુબેર અને સલમાન નામના શખ્સે પાઇપ વડે માર માર્યો હતો. હુમલા ઘવાયેલા આધેડ અને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement