For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજના માધાપરમાં માસુમ પુત્રી ઉપર અત્યાચાર ગુજારનાર સાવકી માતા સામે ગુનો નોંધાયો

11:51 AM May 13, 2024 IST | Bhumika
ભુજના માધાપરમાં માસુમ પુત્રી ઉપર અત્યાચાર ગુજારનાર સાવકી માતા સામે ગુનો નોંધાયો
Advertisement

ફરી એકવાર કળીયુગી જમાનાની નિષ્ઠુર જનેતા સામે આવી છે. ભુજના માધાપરમાં પોતાની જ બાળકીને હેવાન બનીને માર મારતી માતાનો વીડિયો સામે આવ્યો છે. હાલ તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે એ હેવાન માતાનો જ છે. આ નિષ્ઠુર માતાનું નામ છે પ્રિયંકા ગોધારા. વીડિયોમાં જોઈ શકાય છે કે માતા પ્રિયંકા બાળકીને જમીન પર પછાડીને તેને પકડી લે છે, એટલું જ નહીં તેને તાવિથાથી ઢોર માર મારી રહી છે.

આ હેવાન માતા આટલેથી ન અટકી અને બાળકીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પ્રિયંકાના પૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ માધાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ વીડિયો 2 વર્ષ જુનો છે. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે બાળકીના હાથે તેલ ઢોળાઈ ગયુ હતુ. તેલ ઢોળાઈ જતાં માતા હેવાન બની ગઈ અને પોતાની જ બાળકીને ઢોર માર માર્યો છે. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા માધાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કચ્છમાં મધર્સ ડે પૂર્વે લાંછન રૂૂપ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વિડીયો સામે આવ્યો છે. જેમાં માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રિયંકાના ભૂતપૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.બે વર્ષ પહેલા માધાપરમાં માસુમ બાળકીથી તેલ ઢોળાઈ જવાને લઈને તેની માતાએ ગળું દબાવી હાથ અને તાવીથાથી માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરાઈ હતી. જેમાં તપાસના અંતે વીડિયો બે વર્ષ પૂર્વેનો હોવાનું સામે આવ્યું હતું. જો વીડિયો વાયરલ થતા છૂટાછેડા લીધેલી પત્ની વિરુદ્ધ પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી અને આરોપીએ વર્ષ 2013માં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન એક 9 વર્ષની દીકરી અને એક 4 વર્ષનો દીકરો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપી માથાભારે હતી અને વારંવાર તેના સાથે ઝઘડા કરતી હતી અને માર પણ મારતી હતી અને ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી અને તેની સામે પ્રૂફ રાખવા માટે ફરિયાદીએ જ આ વીડિયો ઊતાર્યો હતો. પરંતુ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે કોઈ પણ ફરિયાદ કે વીડિયો બહાર પાડ્યો ના હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement