For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ભરતનગરમાં ગ્રામજનો એકઠા થતા ભાગવા ગયેલો યુવક પટકાતાં મોત

01:51 PM Jun 29, 2024 IST | admin
મોરબીના ભરતનગરમાં ગ્રામજનો એકઠા થતા ભાગવા ગયેલો યુવક પટકાતાં મોત
Advertisement

મૃતક અજાણ્યા યુવાનના વાલીવારસની શોધખોળ; યુવકનાં મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

મોરબીના ભારતનગર ગામે ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા ગયેલો યુવક પટકાયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવક ચોરી કરવા ગયો હોવાની શંકાએ ગ્રામજનોએ માર મારતાં મોત નિપજ્યું છે કે પછી ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા જતાં પટકાવાથી મોત નિપજ્યું છે ? તે જાણવા મૃતક યુવકનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પી.એમ. રિપોર્ટ બાદ યુવકના મોતનું કારણ બહાર આવશે. મૃતક અજાણ્યા યુવકના વાલી વારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના ભારતનગર ગામે આવેલા કેશવ પ્લાઝાની સામે આશરે 33 વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હતો. યુવકને 108 મારફતે તાત્કાલીક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક અજાણ્યા યુવકના વાલીવારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મૃતક યુવાન ભારતનગર ગામે ચોરીના ઈરાદે ઘુસ્યો હોય અને ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા જવાથી પટકાયો હતો. જેના કારણે મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પી.એમ.રિપોર્ટ બાદ યુવકનું પડી જવાથી મોત નિપજ્યું છે કે ? માર મારવાથી મોત નિપજ્યું છે ? તે બહાર આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement