For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભગવતીપરામાં રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતા પતિનો આપઘાતનો પ્રયાસ

06:17 PM Jan 11, 2024 IST | Bhumika
ભગવતીપરામાં રિસામણે બેઠેલી પત્ની પરત નહીં આવતા પતિનો આપઘાતનો પ્રયાસ

કોઠારિયા સોલવન્ટમાં યુવાને ફિનાઇલ પી લેતા તબિયત લથડી

Advertisement

શહેરમા ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા યુવાને રિસામણે ગયેલી પત્ની પરત નહીં આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા મિલન કિશનભાઇ કબીરા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મિલન કબીરા ચાર ભાઇ એક બહેનમાં વચ્ચેટ છે અને તેને સંતાનમાં એક પુત્ર છે પત્ની પૂજાબેન સાથે બે દિવસ પહેલા ઝઘડો થતાં પત્ની પૂજાબેન સુખસાગર સોસાયટીમાં જ રહેતા માવતરના ઘરે રીસામણે ચાલી ગઈ હતી

Advertisement

રિસામણે બેઠેલી પત્નીને મિલન કબીરા તેડવા ગયો હતો પરંતુ પત્ની પૂજાબેન સાથે નહીં આવતા મિલન કબીરાએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા હુશેની ચોકમાં રહેતા મોહિત હુસેન સાંઘ નામનો 18 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું.

યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement