For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના ઈશ્વરીયામાં વીજળી ત્રાટકતા વાડામાં રહેલા 29 બકરા મોતને ભેટ્યા

11:33 AM May 14, 2024 IST | Bhumika
અમરેલીના ઈશ્વરીયામાં વીજળી ત્રાટકતા વાડામાં રહેલા 29 બકરા મોતને ભેટ્યા
Advertisement

ઉનાળુ મોલાતને પણ નુકશાન પહોંચાડતુ માવઠુ

રાજ્યમાં રાજ્યમાં વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાની જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદના કારણે ખેડૂતો તો ક્યાંક માલધારીઓને પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. એવામાં અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામમાં આકાશમાંથી વીજળી રૂપે આફત ત્રાટકતા વાડામાં રહેલા 29 બકરાના મોત થયા છે.

Advertisement

ખાસ કરીને બોટાદ જિલ્લા અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ દૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો કેટલાય ગ્રામ્ય વિસ્તારમાં હાલ વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા પાક વરસાદમાં પલળી ગયા હોવાનનું પણ સામે આવ્યું છે. જેમના કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

એવામાં અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામમાં રહેતા મુકેશ ઝાપડા નામના માલધારીના વાડા પર વીજળી ત્રાટકતા તેમા રહેલા 29 બકરાના મોત થયા છે. જેના પગલે માલધારી હતાશ થઈ ગયો છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા માલધારીને સહાય પૂરી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement