રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમરેલીમાં શ્ર્વાનના ટોળાંએ વૃદ્ધાને ફાડી ખાધા

01:40 PM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

અમરેલી જિલ્લના તરકતળાવ ગામે ગઇકાલે દીપડાએ માસુમ બાળકને ફાડી ખાધા બાદ આજે અમરેલી શહેરના રોકડીયાપરામાં રહતા 80 વર્ષના વૃદ્ધા ઉપર રખડતા શ્ર્વાનના ટોળાએ હુમલો કરી લોહીલોહાણ કરી મુક્તા વૃદ્ધાનું મોત નિપજતા ભારે અરેરાટી મચી જવા પામેલ છે.

Advertisement

હજુ ગઇકાલે સાંજે જ અમરેલી તાલુકાના તરકતળાવ ગામે સીમમા કામ કરી રહેલા ખેતમજુર પરિવારના છ વર્ષના બાળકને દીપડાએ ઉપાડી જઇ ફાડી ખાધાની ઘટના તાજી છે. ત્યાં આવા જ હિંસક હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલીના રોકડીયાપરામા રહેતા શાંતુબેન ભનાભાઇ દેગામા (ઉ.વ.80) નામના વૃધ્ધાને શ્વાન ટોળીએ હુમલો કરી શરીર પર અનેક બચકા ભરી જઇ લોહીલુહાણ કરી દેતા તેમનુ મોત થયુ હતુ.
આમ તો આ વૃધ્ધા ગજેરાપરા વિસ્તારમા રહેતા હતા. અને મંગળવારે રોકડીયાપરા વિસ્તારમા પોતાના પુત્રના ઘરે ગયા હતા. બીજા દિવસે માનસિક સ્થિતિના કારણે રાત્રીના સમયે પુત્રના ઘરેથી નીકળી ગયા હતા. અને સવારે ગજેરાપરા વિસ્તારમા સાવરકુંડલા રોડ પર શેરીમાથી પસાર થતા હતા. ત્યારે બચ્ચાવાળી કુતરી પાસેથી નીકળતા તેણે ઉશ્કેરાઇ હુમલો કરી દીધો હતો. અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાથી અન્ય ચાર પાંચ શ્વાન પણ દોડી આવ્યા હતા જે તમામે એકસાથે હુમલો કરી વૃધ્ધાને લોહીલુહાણ કરી દીધા હતા.

કોઇએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ત્યાં દોડી આવી હતી અને વૃધ્ધાને અમરેલી સિવીલમા ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શહેરમા આ રીતે અવારનવાર હિંસક શ્વાનનો ભોગ લોકો બની રહ્યાં છે. ડોગ બાઇટની ઘટનાઓ પણ વધી છે. હદ તો એ છે કે આ વાતની તંત્રના ચોપડે કોઇ નોંધ પણ લેવાઇ ન હતી.

સામાન્ય રીતે શહેરમા રંજાડ કરતા આવારા શ્વાનને પકડી લોકોને સલામતી આપવી જોઇએ. પરંતુ અમરેલીમા પાલિકા દ્વારા શ્વાન પકડવાની કોઇ કામગીરી કરવામા આવતી નથી. બલકે રખડતા અન્ય પશુઓ પકડવાની પણ કોઇ કામગીરી થતી નથી.બનાવ અંગે વૃધ્ધાને 108 એમ્બ્યુલન્સ મારફત અમરેલી સિવીલમા તો ખસેડાયા હતા. પરંતુ ત્યારબાદ આ બારામા કોઇ પોલીસ કાર્યવાહી કરાઇ ન હતી.

Tags :
amreliamreli newsdog attackgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement