For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંબેડકરનગરમાં ભાઈના લગ્નની ચિંતામાં નાની બહેનનો આપઘાત

04:32 PM Jun 10, 2024 IST | admin
આંબેડકરનગરમાં ભાઈના લગ્નની ચિંતામાં નાની બહેનનો આપઘાત
Advertisement

શહેરમાં 80 ફૂટ રિંગ રોડ પર નવા થોરાળા પાસેના આંબેડકરનગરમાં રહેતી યુવતીએ તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા મૃતક પાંચ બહેન અને એક ભાઇમા નાની હતી અને તેના મોટા ભાઇના લગ્ન થતા ન હોય તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આંબેડકરનગરમાં રહેતી મોનિકાબેન કરશનભાઇ ભોજાણી (ઉ.23)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. થોરાળા પોલીસે તપાસ કરતા મૃતક ચાર બહેન અને એક ભાઇમાં વચેટ હોવાનું અને તેના મોટા ભાઇના લગ્ન થતા ન હોય તેની ચિંતામાં પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારિયા રોડ પર હરિ ઘવા રોડ પરના ભવનાથ પાર્કમાં રહેતા મયુરભાઇ રસિકભાઇ ખૂંટ (ઉ.36) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભક્તિનગર પોલીસે તપાસ કરતા મૃતક તેના રૂૂમમાં એકલા હોય પત્નીએ રૂૂમમાં જતા પંખામાં સાલ બાંધી લટકતો હોવાનું નજરે પડતા તેને દેકારો કરતા પરિવાર તેમજ પાડોશી સહિતના લોકો દોડી આવી યુવકને ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement