For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ એક્શનમાં, ક્રાઇમ બ્રાંચનું ફૂટ પેટ્રોલિંગ

03:51 PM Jun 10, 2024 IST | admin
રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ એક્શનમાં  ક્રાઇમ બ્રાંચનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદ પોલીસ હવે રથયાત્રાના બંદોબસ્ત અને તેની વ્યવસ્થાની તૈયારીઓમાં લાગી ગઇ છે. સ્થાનિક પોલીસ દ્વારા બુલેટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે મંદિરથી મોસાળ સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેને લઇને ગુનેગારોમાં ફફડાટ માહોલ ઊભો થયો છે. ડ્રોન દ્વારા રૂૂટનું સર્વેલન્સ પણ શરૂૂ કરવામાં આવ્યું છે.

Advertisement

જેને પગલે ધાબામાં કોઇ વાંધાજનક વસ્તુઓ પડી હોય તો તેની વિગતો પણ પોલીસને મળી શકે. શહેરભરની પોલીસે તમામ રીઢા અને માથાભારે ગુનેગારોની પ્રવૃત્તિઓ પર વોચ વધારી દીધી છે. બાતમીદારોને સક્રિય કરી દેવાયા છે. સાથે સાથે કોમ્યુનિટી પોલિસીંગ સંદર્ભે સર્વધર્મ સદભાવના થાય તેવા કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવી રહ્યાં છે. હવે પોલીસ કમિશનર સહિત સિનિયર ઓફિસરોએ શહેર પોલીસને રથયાત્રાની તૈયારીમાં લાગી જવાની સૂચના આપી દીધી છે. જેને પગલે પોલીસ પણ રથયાત્રાના બંદોબસ્તના મૂડમાં આવી ગઇ છે. જગન્નાથ મંદિર પાસે પોલીસની ચહલપહલ વધી ગઇ છે. નિષ્ક્રિય રહેતી હવેલી પોલીસ એક્ટિવ થઇ ગઇ છે. રથયાત્રા જે રૂૂટ પરથી પસાર થાય છે. તે રૂૂટ પરના પોલીસ મથકોના કર્મચારીઓને ખાસ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસે બુલેટ પર મંદિરથી રથયાત્રાના રૂૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે એસીપી ભરત પટેલ સાથે મંદિરથી મોસાળ સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. હવે મોસાળથી મંદિર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંચે ડ્રોન સર્વેલન્સ પણ શરૂૂ કરી દીધું છે. રૂૂટ પરના મકાનના ધાબામાં શુ પડ્યું છે તેના ફૂટેજ પણ લેવાના શરૂૂ થઇ ગયા છે.\

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement