For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઇને AAP ટેન્શનમાં, આજે જંતર-મંતર ખાતે INDIA ગઠબંધનની રેલીનું આયોજન

10:38 AM Jul 30, 2024 IST | Bhumika
દિલ્હીના cm અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઇને aap ટેન્શનમાં  આજે જંતર મંતર ખાતે india ગઠબંધનની રેલીનું આયોજન
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈને INDIA ગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ આજે જંતર-મંતર ખાતે રેલી કરશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે ગઈ કાલે (29 જુલાઈ) કહ્યું હતું કે તિહાર જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી. તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે રમત છે.

AAP ભારતીય જનતા પાર્ટી (BJP) પર સીએમ અરવિંદ કેજરીવાલની જેલમાં 'હત્યાનું કાવતરું' ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ 34 વખત ઘટ્યું હતું. AAP સાંસદ સંજય સિંહે આજની રેલી અંગેના પ્રશ્નોના જવાબમાં કહ્યું, "કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), ઝારખંડ મુક્તિ મોરચા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર), શિવસેના (ઉદ્ધવ) બાળાસાહેબ ઠાકરે) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના નેતાઓ અને અન્ય પક્ષો આ રેલીમાં ભાગ લેશે.

Advertisement

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પ્રચાર પછી, દિલ્હીના સીએમ 2 જૂને તિહાર જેલમાં પહોંચ્યા અને આત્મસમર્પણ કર્યું. જે બાદ સીબીઆઈએ 26 જૂને આ જ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીબીઆઈએ 29 જુલાઈ, 2024ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement