For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર: બોર્ડનો કાર્યક્રમ જાહેર, જુઓ ક્યારે આવશે પરીક્ષા

07:11 PM Apr 13, 2024 IST | Bhumika
પોલીસ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર  બોર્ડનો કાર્યક્રમ જાહેર  જુઓ ક્યારે આવશે પરીક્ષા

Advertisement

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

જે મુજબ 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે

Advertisement

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement