સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમ
ગુજરાત | રાજકોટ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

મોરબીમાં સ્વામિનારાયણ મંદિરનું મચ્છુ નદી પર ખડકાયું ગેરકાયદે બાંધકામ

11:35 AM Jun 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મચ્છુ નદીના પટમાં સ્વામી નારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જે બાબતે કલેકટર દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા, ડી.આઈ.એલ.આર અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મોરબીની કમિટી બનાવી રીપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો જે રીપોર્ટ સોપવામાં આવ્યો છે જેમાં સંસ્થાની જમીનની હદ બહાર બાંધકામ થયાનો ખુલાસો થયો છે.

જીલ્લા કલેકટર કે બી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઇ રહેલા બાંધકામ મામલે કમિટીએ રીપોર્ટ સોપ્યો છે જેમાં ડી.આઈ.એલ.આર મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય જે બાંધકામ દુર કરાવવાનું રહે છે તો ચીફ ઓફિસરના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં નિયમો મુજબ વોટર બોડીઝ (નદી) થી નિયમોનુસાર અંતર જાળવવામાં આવેલ નથી તેમજ પાલિકા દ્વારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsIllegal constructionMacchu rivermorbi newsSwaminarayan Temple
Advertisement
Next Article
Advertisement