For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વની ટોપ-૨૫ બિઝનેસ સ્કૂલ્સમાં આઇ.આઇ.એમ.અમદાવાદનો સમાવેશ

06:32 PM Apr 11, 2024 IST | Bhumika
વિશ્વની ટોપ ૨૫ બિઝનેસ સ્કૂલ્સમાં આઇ આઇ એમ અમદાવાદનો સમાવેશ
  •  આઇ.આઇ.એમ. બેંગ્લોર અને કલકત્તા ટોપ-૫૦માં, જે.એન.યુ યુનિવર્સિટીઓમાં મોખરે 

Advertisement

ભારતની ઘણી શૈક્ષણિક સંસ્થાઓ દુનિયાભરમાં પ્રતિષ્ઠા ધરાવે છે ત્યારે વિશ્વની ટોચની ૨૫ બિઝનેસ અને મેનેજમેન્ટ સંસ્થાઓમાં આઈઆઈએમ-અમદાવાદને સ્થાન મળ્યું છે. યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં આઈઆઈએમ-બેંગલોર અને આઇઆઇએમ-કોલકાતા ટોપ- |૫૦માં રહ્યા છે. જવાહરલાલ નહેરું યુનિવર્સિટી (જેએનયુ બુધવારે જાહેર કરાયેલા રેન્કિંગ્સમાં દેશની તમામ યુનિવર્સિટીઓમાં મોખરે રહી છે. AHMEDABAD 11 યુએસ લંડનની ઉચ્ચ શિક્ષણ એનાલિટિક્સ કંપની છે. જેએનયુને ડેવલપમેન્ટ સ્ટડીઝ માટે વિશ્વની વિવિધ યુનિવર્સિટીમાં ૨૦મું સ્થાન મળ્યું છે. જ્યારે ધ સવિતા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એન્ડ ટેક્નિકલ સાયન્સિસ (ચેન્નાઇ) વિશ્વની ડેન્ટલ કોલેજોમાં ૨૪મા ક્રમે રહી છે. ક્યુએસના સીઈઓ જેસિકા ટર્નરે જણાવ્યું હતું કે, પભારતમાં સતત વધતી માંગ વચ્ચે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનો મોટો પડકાર છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પશિક્ષણના ધોરણો, ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા, વિવિધ યુનિવર્સિટીની ડિજિટલ તૈયારી અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં સુધારો કરવા ઘણું કામ બાકી છે. રેન્કિંગ્સમાં વિશ્વની કુલ ૪૨૪ એન્ટ્રીમાંથી ભારતની ૬૯ યુનિવર્સિટીને સ્થાન મળ્યું હતું. રેન્કિંગની યાદીમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ દિલ્હી (૩૦ એન્ટ્રી), આઇઆઇટી (૨૮ એન્ટ્રી) અને આઇઆઇટી ખડગપુર (૨૭ એન્ટ્રી)નું રહ્યું હતું.

ચાલુ વર્ષે આઇઆઇટી મદ્રાસને ૨૨ એન્ટ્રી મળી હતી. એશિયામાં યુનિ.ની સંખ્યાની રીતે ભારતને ૬૯ યુનિવર્સિટી સાથે બીજું સ્થાન મળ્યું હતું. મેઇનલેન્ડ ચાઈના (૧૦૧) યાદીમાં પહેલા ક્રમે રહ્યું હતું. કુલ રેન્કિંગની એન્ટ્રીમાં ભારત ૪૫૪ એન્ટ્રી સાથે ચોથા ક્રમે રહ્યું હતું. ચીને ૧,૦૪૧ એન્ટ્રી સાથે પહેલા, જાપાન ૫૧૦ એન્ટ્રી સાથે બીજા અને સાઉથ કોરિયા ૪૯૯ એન્ટ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. ટોપ-૨૦૦ એન્ટ્રીમાં ભારત પાંચમા અને ટોપ-૧૦૦ એન્ટ્રીમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement