For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેકસ વર્કરના મેસેજ પતિએ ડિલીટ કર્યા તોય એપલે પત્ની સુધી પહોંચાડી દીધા

11:14 AM Jun 18, 2024 IST | admin
સેકસ વર્કરના મેસેજ પતિએ ડિલીટ કર્યા તોય એપલે પત્ની સુધી પહોંચાડી દીધા
Advertisement

છૂટાછેડાની નોબત આવતા પતિ મહાશયે એપલ સામે 5 મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો

ભાઈ સાહેબે, સેક્સ વર્કર સાથે અશ્ર્લિલ ચેટિંગ કરીને મેસેજ ડિલિટ કરી નાખ્યાં તેને એમ કે હવે વાંધો નહીં પરંતુ એપલના એક ફંક્શનને કારણે તેના ડિલિટ મેસેજ તેની પત્ની સુધી પહોંચી ગયાં હતા પછી તેનું જીવન ખારુ ઝેર થઈ ગયું. એક પતિના સેક્સ વર્કર સાથેના ડિલિટ મેસેજ તેની પત્ની સુધી પહોંચતાં થઈ જતા તેણે એપલ કંપની સામે દાવો માંડ્યો હતો.

Advertisement

પતિના સેક્સ વર્કર સાથેના ડિલિટ થયેલા મેસેજ સામે આવી જતાં એક પત્નીએ છૂડાછેડાનો કેસ દાખલ કર્યો હતો. બ્રિટનમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં વિગતો એવી છે કે બ્રિટન ઉદ્યોગપતિ છેલ્લા ઘણા સમયથી તેમના આઈફોનમાંથી આઈ મેસેજનો ઉપયોગ કરીને સેક્સ વર્કર સાથે ચેટિંગ કરતો હતો. થોડા સમય બાદ તેણે આ મેસેજ ડિલિટ કરી નાખ્યાં હતા તેને એમ હતું કે મેસેજ ડિલિટ થઈ ગયાં છે પરંતુ તે તેની ભૂલ નીકળી. તેનો ફોન ફેમિલીના બીજા ડિવાઈસ સાથે જોડાયેલો હોવાથી પત્નીના હાથમાં તેના સેક્સ વર્કર સાથેના મેસેજ આવી ગયાં હતા પછી ઘરમાં મોટી બબાલ થઈ હતી. જેના કારણે તેની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી.
આ ઉદ્યોગપતિએ હવે એપલ સામે 5 મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો છે. તેણે દાવો કર્યો હતો કે એપલે યુઝર્સને જાણ કરી નથી કે એક ડિવાઈસ પર મેસેજ ડિલીટ કરવાથી તે તમામ લિંક્ડ ડિવાઈસમાંથી દૂર થઈ જતો નથી. આ શખ્સે કહ્યું કે આને કારણે તેને 5 મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ થયો છે.

એપલની પોલમપોલ
યૂઝર્સ આ વાતને એપલની સિક્યુરીટીમાં ખામી ગણાવી રહ્યાં છે. આ વાત પરથી લાગે છે કે ડિલિટ થયેલા મેસેજ પણ ફરી રિકવર કરી શકાય છે. બ્રિટનના આ ઉદ્યોગપતિને તો એમ જ હશે કે ડિલિટ કર્યાં હોવાથી હવે તેના મેસેજ કોઈ નહીં જોઈ શકે પરંતુ તે અંધારામાં રહ્યો અને તેના આ મેસેજ પત્ની સુધી પહોંચી ગયા. એપલના ડિલિટ મેસે પણ પાછા રીકવર કરી શકાય છે તે આ ઘટનાએ સાબિત કરી નાખ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement