For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદી પાણી તો ભરાય જ, લોકો આદત પાડે: મ્યુનિ. કમિશનર

04:04 PM Jun 26, 2024 IST | admin
વરસાદી પાણી તો ભરાય જ  લોકો આદત પાડે  મ્યુનિ  કમિશનર

હંગામી વ્યવસ્થા ચોમાસા પૂરતી થશે પરંતુ લાંબા ગાળાના આયોજન માટે રેડ ઝોન વિસ્તારનો અભ્યાસ કરી આયોજન કરાશે

Advertisement

રાજકોટ શહેરમાં એક ઈંચ વરસાદમાં જ અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવાની ફરિયાદો વર્ષોથી ઉઠી રહી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોમાસું માથે હોય વરસાદી પાણીના નિકાલ માટે ક્યા પ્રકારનું આયોજનકરવામા આવ્યું છે. તે અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈને પુછવામાં આવતા તેમણે જણાવેલ કે, મુંબઈ અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં રાજકોટ કરતા પણ વધુ વરસાદ થાય છે છતાં ત્યાંના નાગરિકો હવે ટેવાઈ ગયા છે. અને કોર્પોરેશન દ્વારા જરૂરિયાત મુજબ રેસ્ક્યુ સહિતની કામગીરી થતી હોય છે. શહેરનો વ્યાપ વધતાની સાથે જમીનમાં પાણી ઉતરવાના સોર્સ બંધ થવા લાગ્યા છે. પરિણામે વરસાદી પાણી તો ભરાશે જ આથી લોકોએ પણ આદત પાડવી પડશે અને હંગામી વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરી ભવિષ્ય માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવશે.
મ્યુમિનસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવેલ કે, ચોમાસા દરમિયાન રાજકોટ શહેરમાં પાણી ભરાવવાની ફરિયાદો દિવસે દિવસે વધતી જાય છે. એક-બે ઈંચ વરસાદથી તમામ વિસ્તારોમાં પાણી એક-બે કલાક સુધી ભરાયેલ રહે છે. જ્યારે અમુક રેડઝોન વિસ્તારોમાં 24થી 48કલાક પાણી ભરાયેલું રહે ત્યાં હંગામી ધોરણે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં રાજકોટ કરતા વધુ વરસાદ પડતો હોવા છતાં ત્યાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠતી નથી કારણ કે, લોકો હવે ટેવાઈ ગયા છે. આથી લોકોએ પણ વરસાદ ચાલુ હોય ત્યારે પાણીનો નિકાલ થાય ત્યાં સુધી પાણી ભરાયેલું રહે તે સ્વભાવિક છે. જેની ફરિયાદ ન કરવી જોઈએ અને આદત પાડવી જોઈએ. છતાં આ ચોમાસા દરમિયાન રેડ ઝોનમાં આવતા વિસ્તારોમાં 24 થી 48 કલાક પાણી ભરાવાની ફરિયાદો આવતી હોય ત્યાાં પંમ્પીંગ કરી પાણી ઉલેચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવી જ રીતે સ્ટ્રોમ વોટર યોજનાની સફાઈ સમયસર થાય તે મુદ્દે ચાલુ વરસાદે સ્ટ્રોમ વોટરની જાળીમાંથી કચરો કાઢવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, સ્ટ્રોમ વોટર યોજના માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેમજ આ યોજના પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવું પડતું હોય છે. સ્ટ્રોમ વોટર યોજના વધુ વરસાદ હોય ત્યારે ખર્ચ કર્યા મુજબનું કામ આપતી નથી. જ્યારે લોકો દ્વારા ફેંકવામાં આવતો કચરો સ્ટ્રોમ વોટર યોજનાની ઝાળીમાં ફસાઈ જતાં સોસાયટીઓ અને ઘરોમાં પાણી ઘુસી જવાના બનાવો બનતા હોય છે. આથી સહેરીજનોએ જ્યાં ત્યાં કચરો ન ફેંકી અને ચાલુ વરસાદે પાણી ભરાયેલું હોય તેની ફરિયાદ ન કરી ટેવ પાડવાની રહેશે છતાં તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન સતત રેસક્યુ સહિતની કામગીરી 247 ચાલુ રાખવામાં આવશે.

એક વોર્ડનો ખર્ચ બરોબર એક વર્ષનું મનપાનું બજેટ
ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતુ ંકે, સ્ટ્રોમ વોટર યોજના વર્ષમાં ફક્ત બે માસ અમુક દિવસો જ કામ લાગે છે. અને મોટાભાગે સ્ટ્રોમ વોટર યોજનામાં કચરો ફસાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. જેથી તેનો પુરેપુરો લાભ લઈ શકાતો નથી. સ્ટ્રોમ વોટર યોજના ખર્ચાળ હોવાના કારણે તેનો વિસ્તરણ વધુ થઈ શકતું નથી. રાજકોટની જ વાત કરીએ તો એક વોર્ડમાં રેડઝોન વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર યોજના બનાવવામાં આવે તો વોર્ડ દિઠ માહનગરપાલિકાના એક વર્ષના બજેટ જેટલો ખર્ચ કરવો પડે છતાં સરકાર દ્વારા પ્રોજેક્ટ મંજુર કરવામાં આવે કતો કોર્પોરેશન સ્ટ્રોમ વોટર યોજના બનાવવા માટે તૈયાર જ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement