For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એલિમિનેટર મેચમાં વરસાદ વિલન બને તો RCB રમ્યા વગર જ બહાર થઈ જશે

01:42 PM May 21, 2024 IST | Bhumika
એલિમિનેટર મેચમાં વરસાદ વિલન બને તો rcb રમ્યા વગર જ બહાર થઈ જશે
Advertisement

નબળી શરૂૂઆત બાદ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે શાનદાર વાપસી કરતા આઈપીએલ 2024 ના પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. હવે ફેન પહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. તમામ લોકોને ખોટા સાબિત કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. એક સમયે આરસીબીની આશા માત્ર 1 પર્સેન્ટાઈલ બાકી હતી. અહીંથી ટીમે સતત છ મેચ જીતીને અશક્યને શક્ય બનાવ્યું અને ટોપ-4માં જગ્યા બનાવી. હવે આરસીબી 22 મે બુધવારે એલિમિનેટર મેચ રમશે. આ મેચમાં બેંગલુરુનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે.

આરસીબી એલિમિનેટર મેચ રમ્યા વિના પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. જો આવું થશે તો ફરી એકવાર કરોડો લોકોના દિલ તૂટી જશે. ાઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે પ્લેઓફ મેચો માટે રિઝર્વ ડે રાખ્યો નથી. આ સ્થિતિમાં જો વરસાદ એલિમિનેટર મેચમાં વિક્ષેપ પાડે છે તો અમારે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચની રાહ જોવી પડશે. જો 5 ઓવરની મેચની સ્થિતિનું નિર્માણ નહીં થાય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો સુપર ઓવરની સ્થિતિ નહીં સર્જાય તો આરસીબી બહાર થઈ જશે અને રાજસ્થાન ક્વોલિફાયર મેચ રમશે.

Advertisement

જો વરસાદ ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચોમાં વિક્ષેપ પાડે છે તો ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ હશે. જો પાંચ ઓવરની મેચ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો એવી સ્થિતિ ઉભી થાય કે સુપર ઓવર પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં સ્થાન/રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે.

જો આરસીબી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચ વરસાદને કારણે રદ થાય છે તો પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હોવાને કારણે સંજુ સેમસનની ટીમ આગળ જશે અને આરસીબી બહાર થઈ જશે. મતલબ કે જો મેચ રદ થશે તો રાજસ્થાન બીજી ક્વોલિફાયર મેચ રમશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement