For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘હવે પછી મને ફોન કે મેસેજ કરીશ તો જાનથી મારી નાખીશ’ યુવતીને પૂર્વ પતિની ફોન પર ધમકી

04:31 PM May 09, 2024 IST | Bhumika
‘હવે પછી મને ફોન કે મેસેજ કરીશ તો જાનથી મારી નાખીશ’ યુવતીને પૂર્વ પતિની ફોન પર ધમકી
Advertisement

શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા ત્રંબા ગામે રહેતી યુવતીએ તેના પૂર્વ પતિ વિરૂધ્ધ ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે. અગાઉ કોર્ટ મેરેજ કર્યા બાદ છુટાછેડા લઈ લીધા હતાં. બાદમાં ફરી લગ્ન કરવાનું કહી યુવાને તેને ફોન આપ્યો હતો. બાદમાં ફોન કરી લગ્ન કરવાની ના પાડી દઈ ‘હવે પછી મને ફોન કે મેસેજ કરીશ તો, જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ત્રંબા ગામે રહેતી ધર્મિષ્ઠા વસંતભાઈ ભટ્ટી (ઉ.26) નામની યુવતીએ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ પર ગોકુલપાર્ક શેરી નં.1માં રહેતા કરણ રાજેશ રાયચુરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી કરણ સાથે છેલ્લા પાંચ વર્ષથી ફોનમાં સંપર્કમાં આવતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ગત તા.26-6-2023ના કોર્ટ મેરેજ કર્યા હતાં. ત્યારબાદ તેણી તેના પિતાના ઘરે જ રહેતી હતી. જે બાબતે વાદ વિવાદ થતાં તા.15-2-2024નાં ઘર મેળે છુટાછેડા લીધા હતાં.

Advertisement

બાદમાં બે મહિના પહેલા કરણ તેના ઘરે આવ્યો હતો અને સાદો ફોન આપી ગયો હતો. બાદમાં બન્ને ફોનમાં વાતચીત કરતાં કરણે ઘણીવાર લગ્ન કરવાનું કહેતા તેણીએ હા પાડેલી હતી. દરમિયાન ગત તા.8-4-2024નાં તેના ફોનમાં કરણે ફોન કરી કહેલું કે હવે આપણે લગ્ન નથી કરવા મારા પરિવારના સભ્યો ના પાડે છે જેથી તેણે ‘કેમ લગ્ન નથી કરવા’ તેમ કહેતા કરણે ‘ હવે પછી તું મને ફોન કે મેસેજ કરીશ કે મને બોલાવીશ તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આ અંગે તેણીએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી કરણ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement