For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરની 542 જર્જરિત ઈમારતો રિપેર નહીં થાય તો નળ અને વીજજોડાણ કપાશે

05:35 PM May 15, 2024 IST | Bhumika
શહેરની 542 જર્જરિત ઈમારતો રિપેર નહીં થાય તો નળ અને વીજજોડાણ કપાશે
Advertisement

રાજકોટ શહેરમાં આવેલ 542થી વધુ જર્જરીત મિલ્કતોને દર વર્ષે ચોમાસા પહેલા નોટીસ આપી રિપેરીંગ કામ અને જરૂરત પડ્યે મિલ્કત તોડી પાડવાની નોટીસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. પરંતુ આજ સુધી મોટાભાગની મિલ્કતો એજ સ્થિતિમાં હોવાનું જાણવા મળેલ હોય મ્યુનિસિપલ કમિશનરે પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત જર્જરીત મિલ્કતો ઉપર ખાસ ધ્યાન આપી હવે તમામ મિલ્કતનો સર્વે કર્યા બાદ નોટીસ આપી જો મિલ્કત ધારકો રિપેરીંગ કામ અથવા મિલ્કતો તોડશે નહીં તો આ પ્રકારની મિલ્કોતના નળ જોડાણ ડ્રેનેજ જોડાણ અને વીજ જોડાણ કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત વોકળા સફાઈ તેમજ અન્ય કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથો સાથ મુખ્ય માર્ગો પર લોકોના જાનમાલ ઉપર જડુમતી રહેલી વર્ષો જુની જર્જરીત મિલ્કતો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દર વર્ષે શહેરની તમામ જર્જરીત મિલ્કતનો સર્વે કરી તેના આસામીઓને રિપેરીંગ સહિતની કામગીરી માટે નોટીસ આપે છે. પરંતુ ચોમાસા બાદ મોટાભાગની મિલ્કતો એજ સ્થિતિમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આજે પણ જૂના રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સર્વે થયા મુજબ 542થી વધુ જર્જરીત નાની-મોટી મિલ્કતોનો લોકો ઉપર ભય જડુમી રહ્યો છે. અમુક મિલ્કતો વર્ષોથી ખાલી જોવા મળી છે ત્યારે મોટાભાગની મિલ્કતોમાં લોકો વસવાટ કરતા હોય તેમના જાન ઉપર જોખમ હોવાના કારણે નોટીસ આપવા છતાં આ લોકો મરમતનુંકામ કરતા નથી.

Advertisement

પરિણામે મોટી દુર્ઘટનાનો ભય ઝડુમતો રહે છે. આથી હવે આ પ્રકારની મિલ્કતોને નોટીસ આપ્યા બાદ સમય મર્યાદામાં રિપેરીંગ કામ કરવામાં નહીં આવે તો નોટીસની મુદત પૂર્ણ થયે મનપાના બાંધકામ વિભાગ દ્વારા અ ાપ્રકારની મિલ્કતોના ડ્રેનેજ જોડાણ, નળ જોડાણ અને જરૂરત પડ્યે વિજ જોડાણ કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, ખાસ કરીને જૂના રાજકોટમાં વર્ષો જૂની મિલ્કતોમાં મોટાભાગે ભાડુઆતો વસવાટ કરતા હોવાનું જાણવા મળેલ છે. તેમજ અમુક મિલ્કતો જૂની પ્રથા મુજબ પાઘડીપેટે આપેલ હોય ભાડુઆત અને મકાન માલીક વચ્ચે ચાલતા કોર્ટ કેસ હોવાથી આ મિલ્કતનો માલીક તેનો ઉપયોગ ન કરતો હોય રિપેરીંગ કામનો ખર્ચો કરતા નથી તેની સામે ભાડુઆત પણ આપણી માલીકીનું મકાન નથી તેમ સમજી મરંમતનું કામ કરતા નથી. આથી આ પ્રકારના કોર્ટકેસ ચાલુ હોય તેવી મિલ્કતોમાં મકાન માલીક એન ભાડુઆતને જાનમાલની સલામતી અંગે સમજણ આપી તે પૈકી કોઈપણ એક પાસે રિપેરીંગ કામ કરાવવામાં આવશે. જ્યારે સરકારી મિલ્કતો જર્જરીત હાલતમાં હોય ત્યારે જે તે વિભાગને નોટીસ આપી તાત્કાલીક મરમત કરવા માટેની સુચના આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement