For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CISF મહિલા જવાને કંગના રનૌતને મારી થપ્પડ, ચંદીગઢ એરપોર્ટની બની ઘટના, જુઓ વિડીયો

05:42 PM Jun 06, 2024 IST | Bhumika
cisf મહિલા જવાને કંગના રનૌતને મારી થપ્પડ  ચંદીગઢ એરપોર્ટની બની ઘટના  જુઓ વિડીયો
Advertisement

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પરમહિલા CISF જવાને લાફો માર્યો છે. કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.

કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવાને કારણે કંગના રનૌતથી નારાજ હતી.

Advertisement

આ ઘટના આજે બપોરે 3.30 કલાકે બની હતી. કંગના રનૌત એરપોર્ટ સિક્યોરિટી ચેકમાંથી નીકળી રહી હતી ત્યારે મહિલા સૈનિકે તેના પર હાથ ઉઠાવ્યો હતો. કંગનાએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાને થપ્પડ મારનાર CISF જવાન તેના નિવેદનથી નારાજ હતી. અત્યારે એરપોર્ટ પર હાજર સિક્યોરિટીએ કુલવિંદરને કમાન્ડેટ રૂમમાં બેસાડી રાખી છે. કંગના દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જવા રવાના થઈ હતી. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં હાજરી આપવા વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ Uk707માં દિલ્હી જવા રવાના થઈ હતી. આ દરમિયાન એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement