For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઇ માલ કહીને બોલાવે તે મને પસંદ નથી: સોનાક્ષી સિંહા

03:12 PM May 11, 2024 IST | Bhumika
કોઇ માલ કહીને બોલાવે તે મને પસંદ નથી  સોનાક્ષી સિંહા
Advertisement

દબંગ ફિલ્મથી સલમાન ખાન સાથે બોલીવુડમાં ડેબ્યુ કરનાર શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા આજકાલ ખુબ ચર્ચામાં છે. તેની ચર્ચાના બે કારણો છે એક તો હીરામંડીમાં તેનો શાનદાર અભિનય અને ત્યાર બાદ તેણે આપેલું એક નિવેદન. એ નિવેદનમાં સોનાક્ષી ચોખ્ખું કહે છેકે, કોઈ મને માલ કહીને બોલાવે એ મને પસંદ નથી. સોનાક્ષીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયું છે.

‘હીરામંડી’માં સોનાક્ષી સિન્હાએ ફરીદાનું પાત્ર એવી રીતે ભજવ્યું હતું કે દરેક તેની એક્ટિંગના ફેન બની ગયા હતા. વેબ સિરીઝની સફળતા બાદ સોનાક્ષી તેના નિવેદનોને કારણે સતત ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીએ કહ્યું હતું કે તે હવે પોતાને માલ કહેવા માટે લાવી શકશે નહીં. તેણે ચોખ્ખું કહી દીધું કે કોઈ મને માલ કહીને બોલાવે એ મને પસંદ નથી. સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં ઝૂમ પર વાતચીત દરમિયાન કલાકાર તરીકેની પોતાની જવાબદારીઓ વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું- પએક કલાકાર તરીકે તમારી જવાબદારી વધારે છે. ઘણા લોકો તમારી તરફ જુએ છે. હા, એ સાચું છે કે હું કબૂલ કરું છું કે હું નાની હતો અને ઘણી મોટી ફિલ્મો કરવાની તક મળી. એ વખતે કોઈ ના કહી શક્યું. તેથી જ મેં તે ફિલ્મો પણ કરી હતી પરંતુ આ વાતનો અહેસાસ પછીથી થયો હતો. તમે સમય સાથે આગળ વધો તેમ તેમ તમને ઘણી વાતો સમજાતી જાય છે.સોનાક્ષી સિંહાએ આગળ કહ્યું- તમે નોંધ્યું હશે કે અકિરા પછી મારા પાત્રો કેટલા બદલાઈ ગયા છે. હું આ બધું માત્ર બોલવા ખાતર નથી કહી રહી. મને નથી લાગતું કે હું માલ બનવા આવી છું. મારે બોલીવુડમાં માલ નથી બનવું. હું અહીં મારી જાતને એના માટે નથી લાવી. બીજી અભિનેત્રીઓએ પણ પોતાના સ્વમાનનું ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement