For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાંચ વર્ષ મને જે નડ્યા, તેને હું મુકવાનો નથી: જૂનાગઢના સાંસદની ખુલ્લી ધમકી?

12:31 PM Jun 20, 2024 IST | Bhumika
પાંચ વર્ષ મને જે નડ્યા  તેને હું મુકવાનો નથી  જૂનાગઢના સાંસદની ખુલ્લી ધમકી
Advertisement

લોકસભાની ચૂંટણીઓ પુરી થતાં સતાધારીપક્ષ ભાજપમાં હવે હિસાબ-કિતાબો શરૂ થયા હોય તેમ એક પછી એક બેઠકો ઉપર ચૂંટણીના વિવાદો અને વિખવાદો સપાટી ઉપર આવવા લાગ્યા છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ઉપરાંત માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીનો ભાજપનો આંતરકલહ હવે સપાટી ઉપર આવવા લાગ્યો છે.

મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાંસદ સભ્યએ આગામી પાંચ વર્ષમાં તમામનો હિસાબ કરી લઈશ તેવા નિવેદન આપ્યો છે.ચુડાસમાએ કહ્યું કે મને હિસાબ કરતા સારી રીતે આવડે છે. મારા એક પત્રથી બદલીઓ થઈ જાય છે. પાંચ વર્ષમાં મને જે નડ્યા છે, તેમને હું મૂકવાનો નથી. ચૂંટણી સમાપ્ત થયા બાદ સાંસદ રાજેશ ચુડાસમાએ લોકોને ધમકી આપવાનું શરૂૂ કર્યું છે. અગાઉ પણ રાજેશ ચુડાસમા વિવાદમાં આવી ચૂક્યા છે.

Advertisement

આ પહેલા વડોદરા ભાજપના નેતાએ પણ જાહેર મંચ પરથી ધમકી આપી હતી. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી નહીં મળતા લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં શહેર પ્રમુખ વિજય શાહે આ નિવેદન આપ્યું હતું. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી તે માટે પાર્ટીએ વિચાર કરવો જોઈએ.

વિજય શાહે કહ્યું કે જે વિસ્તારોમાંથી ભાજપને વોટ નહી મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવા વિચારવું જોઈએ અને જે લોકો ભાજપને વોટ આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ, તેવું નિવેદન આપ્યુ હતું. વડોદરામાં લોકસભા ચૂંટણી પરિણામ બાદ જે સન્માન સમારોહ આયોજિત થયો હતો.તે દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement