For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુળી નજીક ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં વાંકાનેર પંથકના પતિ-પત્ની-પુત્રનાં મોત

11:50 AM Jan 17, 2024 IST | Bhumika
મુળી નજીક ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં વાંકાનેર પંથકના પતિ પત્ની પુત્રનાં મોત

ટીકર ગામ પાસે મોડીરાત્રે બની ઘટના: અલ્ટો કારનો બૂકડો બોલી ગયો: એક ગંભીર

Advertisement

રાજ્યના ધોરીમાર્ગ પર સર્જાતા જીવલેણ અકસ્માતોની હારમાળામાં ગઈકાલે મોડીરાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વાંકાનેર પંથકના પતિ પત્ની અને પુત્રનાં કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. ડમ્પરની પાછળ કાર ઘુસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના લાકડદાધાર ગામે રહેતો પરિવાર ગઈકાલે રાત્રે કોઈ ઈમરજન્સી કામ સબબ અલ્ટો કાર લઈ મોડીરાત્રીના મુળી જવા નીકળ્યા હતાં. દરમિયાન મુળી સડલા રોડ ઉપર ટીકર ગામ નજીક ડમ્પરની પાછળ અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ પડી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં વાંકાનેરના લાકડદા ગામે રહેતા કરમશીભાઈ ખોડાભાઈ ડાભી (ઉ.55) તેમના પત્ની પાંચુબેન કરમશીભાઈ ડાભી (ઉ.51) અને પુત્ર મહેશ કરમશીભાઈ ડાભી (ઉ.24)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે લાકડદા ગામના રોહિત રમેશભાઈ દુમાલીયા (ઉ.21)ને ગંભીર ઈજા સાથે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ બનાવની જાણ થતાં મુળીના પોલીસ જમાદાર સમરથસિંહ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તેના પરિવારજનોને જાણ કરી કાગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની પાછળ કાર ઘુસી જતાં પતિ-પત્ની અને પુત્ર અલ્ટો કારમાં જ ફસાઈ ગયા હતાં તેઓના મૃતદેહ કાઢવા માટે કારના કટકા કરવા પડયા હતાં. ત્યારબાદ ત્રણેય મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મુળી ખાતે લઈ જવામાં આવી હતી.

સૂમસામ રસ્તાના કારણે મદદ મોડી મળી
મુળી સડલા હાઈવે પર ટીકર ગામ પાસે મોડીરાત્રીનાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ શખ્સો કાળનો કોળીયો બની ગયા છે. મોડીરાત્રે દોઢેક વાગ્યે સર્જાયેલ આ અકસ્માત બાદ આ ધોરી માર્ગ સુમસામ હોવાના કારણે મૃતકો અને ઈજાગ્રસ્તોને મદદ મોડી મળી હતી એટલું જ નહીં પરંતુ ડમ્પર નીચે અલ્ટો કાર ફસાઈ ગયા બાદ ત્રણેય મૃતકોને તાત્કાલીક સારવાર નહીં મળતાં તેઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement