For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં લાપતા પત્નીના વિરહમાં પતિનો ઝેરી ટીકડાં ખાઈ આપઘાત

04:00 PM Jun 11, 2024 IST | admin
રાજકોટમાં લાપતા પત્નીના વિરહમાં પતિનો ઝેરી ટીકડાં ખાઈ આપઘાત

રાજકોટમાં આવેલી વિનોદ સોસાયટીમાં પ્રેમ લગ્નમાં દોઢ વર્ષ બાદ પરણીતા છેલ્લા ત્રણ માસથી પરિવારને તરછોડી ચાલી ગઈ હતી. લાપતા પત્નિના વિરહમાં પતિએ ઝેરી ટીકડા ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલી વિનોદ સોસાયટીમાં રહેતા મયુર ચંદુભાઈ દાવડા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક મયુર દાવડા એકની એક બહેનનો એક જ ભાઈ હતો મયુર દાવડાએ દોઢ વર્ષ પૂર્વે જ શિતલબેન સાથે પ્રેમ લગન કર્યા હતા. પ્રેમ લગ્ન કરનાર પત્ની શિતલબેન છેલ્લા ત્રણ મહિનાથી ઘર-તર છોડી નિકળી ગઈ છે. લાપતા પત્નીના વિરહમાં મયુર દાવડાએ ઝેર પી જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement