For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છ પંથકના પાલનપુર નજીકથી 4 શખ્સોની શિકારી ટોળકી ઝડપાઈ

12:06 PM Dec 19, 2023 IST | Sejal barot
કચ્છ પંથકના પાલનપુર નજીકથી 4 શખ્સોની શિકારી ટોળકી ઝડપાઈ

પાવરપટી વિસ્તાર મૉં થતી શિકાર પ્રાવુતિ નિરોણા અંગે સાચોટ માહિતી ના અનુસાંધાને પોલીસ સ્ટેશન વિસ્તાર ને અડીને અભ્યારણ વિસ્તાર આવેલ હોય જેમા શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃત્તિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોધવા માટે પો.સબ.ઇન્સ એચ.સી. પરમાર નિરોણા પો.સ્ટે.ના સ્ટાફના માણસો નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર ગામની આગળ વાહન ચેકિગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. સ્વરાજ કનૈયા ગઢવીની ખાનગી રાહે બાતમી હકિકત આધારે નિરોણા ઉતરે કજરવિશન રણ વિસ્તારમાં વન્ય જીવને છરી, કોવૈતા,ટોટા વિગેરે હથીયાર વડે શિકાર કરવા જતા હોવાની બાતમી હકીકત આધારે શિકાર કરતી ટોળકીને પકડી પાડી તેમજ શિકાર કરવા લાવેલ હથીયારો તેમજ વાહન કબ્જે કરી વન્ય સ્વરક્ષણ અધિનીયમ અન્વયે કાર્યવાહી કરવા નિરોણા રાઉન્ડ રેન્જ ફોરેસ્ટરને શોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે (1) ધારદાર મોટી છરી નં-ર (2) કોવતો નંગ-1 (3) ધારીયુ નં-1 (4) લોખડનીજારી મોટી નંગ-1 (5) ટોટા (દારૂૂગોળો) ની પોરલી નંગ-13 (6) બેટરી નંગ-1 (7) પાણીની પાચં લીટર પાણી ભરેલ કેન-1 સહિતનો મુદ્દામાલ કબજે કરી સલુભા ભુરાભા કોલી ઉ.વ.30 રહે સતાપર તા.અંજાર, લગધીર ભુરાભા કોલી ઉ.વ.30 રહે શમળકા તા-અંજાર, રાણાભા હભુભા કોલી ઉ.વ-45 રહે ખોખરા તા-અંજાર અને સવજીભા હાસમભા કોલી ઉ.વ-30 રહે.જરૂૂ તા.અંજાર ધરપકડ કરી તપાસ આદરી છે.ઉપરોકત કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ એચ.સી.પરમાર તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.હિતેશભાઇ કાનાણી તથા પો.કોન્સ. સ્વરાજ કનૈયા ગઢવી તથા સ્ટાફના માણસો જોડાયેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement