For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે આક્રોશ

11:46 AM Jun 17, 2024 IST | Bhumika
‘મહારાજ’ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે આક્રોશ
Advertisement

જૂનાગઢ અને જેતપુરમાં આવેદનપત્રો અપાયા, ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માગણી: ભગવાન શ્રી કૃષ્ણના વંશજોને વ્યભિચારી ચિતરવાના પ્રયાસનો ઉગ્ર વિરોધ

જૂનાગઢ અને જેતપુરમાં વૈષ્ણવો દ્વારા બાવાશ્રીની આગેવાનીમાં ઓટીટી પ્લેટ ફોર્મ પર આવી રહેલ મહારાજા ફિલ્મ સાથે જોડાયેલ મુખ્ય વ્યક્તિઓ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવી સમાજમાં અશાંતિ ફેલાવવાની ફિલ્મના મુખ્ય લોકો સામે લેખિત ફરીયાદ આપી આ ફિલ્મના વાંધાજનક દ્રશ્યો, ડાયલોગ દૂર ન થાય ત્યાં સુધી તેના પર પ્રતિબંધ અને મુકવાની માંગ કરી હતી.

Advertisement

મહારાજ ફિલ્મ વિવાદોમાં આવી ગઈ છે, આ ફિલ્મ વિરુદ્ધ આજે જેતપુરની પુરષોત્તમધામ હવેલીના આશ્રયબાવાશ્રીની આગેવાની વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકોએ એક લેખિત ફરીયાદ સીટી પોલીસને આપી હતી.
આ ફરીયાદ મુજબ આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણ અને આચાર્યશ્રી વલ્લભાચાર્યના વંશજોને ખરાબ અને વ્યભિચારી બતાવવામાં આવ્યા છે.આ ફિલ્મ સાથે જોડાયેલ લોકોએ ઇરાદાપૂર્વક વૈષ્ણવો અને સનાતની હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરેલ છે હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ભારતના ઇતિહાસની આ પહેલી ફિલ્મ છે જે ટ્રેલર વિના ખુફિયા રીતે એક ષડયંત્રના ભાગરૂૂપે સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્ષ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મ રીલીઝ થઇ તો પુરા હિંદુ સમાજ આક્રોશિત થઇ જશે જેથી કાયદો અને વ્યવસ્થા બગડવાની પૂરી સંભાવનાઓ છે. માટે આ ફિલ્મ સાથે જોડાયેલ લોકો સામે આઈપીસી 1860ની સેક્શન 153-એ, 295-એ 505 અને 34 મુજબ ક્રિમિનલ ફરીયાદ નોંધવાની માંગ કરી હતી.આ ફિલ્મની તમામ સામગ્રીની કાયદેસર અને યોગ્ય તપાસ થઇ જાય નહિ અને આપત્તિજનક ભાગો અને ડાયલોગ્સ, સીન જેવી ધાર્મિક લાગણી દુભાવતી તમામ સામગ્રી હટાવી દેવામાં ન આવે ત્યાં સુધી રીલીઝ ન થવા દેવાની અને ફિલ્મ ઉપર બેન લાગે તેવી વૈષ્ણવોએ માંગ કરી હતી.

મહારાજ ફિલ્મને લઈ જુનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના સંતો અને ભક્તોમાં રોષ ભભૂક્યો છે ત્યારે ગઈકાલે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત લોકો વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે.ત્યારે આ મામલે બોલીવુડ એક્ટર આમિર ખાનના દીકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજ રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ ફિલ્મ 14 જૂને ઘઝઝ પ્લેટફોર્મ નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી. તે પહેલા જ આ ફિલ્મનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ માં પહોંચ્યો હતો. જેને લઇ મહારાજ ફિલ્મ પર ગુજરાતમાં હંગામી ધોરણે સ્ટે મુકવામાં આવ્યો છે.

ત્યારે આજે જુનાગઢ સમગ્ર પૃષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તો દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ આજે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી.આર આર શેઠ નામની પ્રકાશન કંપની દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે.સૌરભ શાહ દ્વારા મહારાજ નામથી જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક પરથી યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની તૈયારી હતી.આમિર ખાન અને તેના દીકરા જુનેદખાન દ્વારા આ ફિલ્મ રિલીઝ કરવાના હતા. ત્યારે આ ફિલ્મ દ્વારા હિન્દુ સંસ્કૃતિ પર પ્રહાર કરવામાં આવ્યો છે. ત્યારે સંતો ભક્તોના પ્રયત્નો દ્વારા હાઇકોર્ટ દ્વારા આ ફિલ્મને સ્ટે આપવામાં આવ્યો છે.

આગામી સમયમાં ન્યાયતંત્ર દ્વારા ફિલ્મને લઈ સુનાવણી પણ કરવામાં આવશે.આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયના સંતો, આચાર્ય મૂળાચાર્ય અને આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ તેમજ અનુયાય બહેનોના ચારિત્ર્ય પર પાયા વગરના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પુસ્તક અને ફિલ્મ દ્વારા સનાતન ધર્મ ઉપર પ્રહાર: રઘુનાથજી દીક્ષિત
આ મામલે સનાતન ધર્મના આચાર્ય અને રઘુનાથજી દીક્ષિતે જણાવ્યું હતું કે સનાતન ધર્મની આસ્થા પર ફિલ્મ બનાવીને અને પુસ્તક દ્વારા એક પ્રહાર કરવામાં આવ્યો છે. પિક્ચર બનાવીને પ્રહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના કારણે અમારે ફરિયાદ કરવાની ફરજ પડી છે.આ ફરિયાદમાં મહારાજ પુસ્તક લખનાર સૌરભ શાહ, પુસ્તક પ્રકાશિત કરનાર પ્રકાશન હાઉસ, તેમજ યશરાજ ફિલ્મ અને આમિર ખાન તેમજ જુનેદખાન વિરુદ્ધ અમે ફરિયાદ કરવા અહીં ઉપસ્થિત થયા છીએ. કારણ કે આ પુસ્તકની અંદર હિન્દુ સંતો ,ધર્મગુરુ, હિન્દુ ધર્મની બહેનો ,સ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્ય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. ધર્મગ્રંથોને ખરાબ ગણવામાં આવ્યા છે. અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે કે તેની યોગ્ય નોંધ લેવાશે અને જો નોંધ ન લેવાય તો આત્મવિલોપન સુધીના જલદ કાર્યકમો કલેકટર કચેરી ખાતે કરવા તૈયાર છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement