For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં હિન્દુ વિસ્તારમાં 8 ટ્રેકટર માંસ-મટનનો જથ્થો ફેંકાતા ભારે રોષ

12:08 PM Jun 19, 2024 IST | Bhumika
ભાવનગરમાં હિન્દુ વિસ્તારમાં 8 ટ્રેકટર માંસ મટનનો જથ્થો ફેંકાતા ભારે રોષ
Advertisement

માણેકવાડી વિસ્તારમાં કુરબાની કરેલ પશુઓના અંગના કોથળાઓ અસામાજિક તત્ત્વો ફેંકી જતા ધાર્મિક લાગણી દુભાઇ, પોલીસ ઘટના સ્થળે દોડી

Advertisement

બકરી ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા તેઓની ધાર્મિક માન્યતા અનુસાર કુરબાની કરવામાં આવે છે. પરંતુ કુરબાની બાદ પશુઓના માંસ મટન અને બિન ઉપયોગી અંગો જાહેરમાં ન નાખવા કોર્પોરેશન દ્વારા અગાઉથી જ ચેતવણી આપી હોવા છતાં આજે શહેરના માણેકવાડી રેલવે સ્ટેશનવાળા ખાંચામાં કે જ્યાં હિન્દુ સમાજના લોકો વસે છે ત્યાં આજે વહેલી સવારે અથવા મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો મૃત પશુના અંગો અને માસ મટન નાખી જતા ભારે હોબાળો મચ્યો હતો અને અજાણ્યા શખ્સોને શોધવા અને તેની સામે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ વિસ્તારમાંથી હિંદુઓ મકાન ખાલી કરી જતા રહે તે માટે 8 ટ્રેક્ટર માંસ મટનનો જથ્થો રસ્તે ફેંકાયા બાદ તંત્ર દ્વારા નિકાલ કરાયો હતો.

ભાવનગરની કોમી એકતા અને શાંતિ ડહોળાવવાના વારંવાર પ્રયાસો થાય છે. અને તેની માટે જ અશાંત ધારો પણ લાદવામાં આવ્યો છે.તેમ છતાં ઘણા બિલ્ડરો હિન્દુ વિસ્તારમાં એનકેન પ્રકારે મકાનો ખાલી કરાવી બિલ્ડીંગો બનાવવાનો પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હિંદુ મુસ્લિમના બોર્ડર જેવા માણેકવાડી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે અસામાજિક તત્વો દ્વારા વધુ એકવાર ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો છે.માણેકવાડી રેલ્વે સ્ટેશન વાળા ખાચામાં કોઈ અજાણ્યા શખ્સો હિન્દુ સમાજની વસાહતમાં જાહેર રોડ પર મૃત બકરી કે અન્ય પશુના બિન ઉપયોગી અવયવો તેમજ માસ મટન કોથળામાં ભરી નાખી ગયા હતા.

સવારે સ્થાનિક રહીશોએ તેઓના ખાંચામાં મૃત પશુઓના માસ મટન રોડ પર પડેલા જોતા પીરછલ્લા વોર્ડના નગરસેવકોને જાણ કરતા કુમારભાઈ શાહ અને અમિતભાઈ વાઘેલાએ સ્થળ પર જઈ તેઓ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી અને બી ડિવિઝન પોલીસને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા.વાસ્તવિકતા ચકાસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં માસ મટન નાખી ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.

કોર્પો. દ્વારા 8 ટ્રેક્ટર ભરી માંસ-મટનનો નિકાલ
બકરી ઈદ નિમિત્તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મટન માર્કેટ અને ભીલવાડા સર્કલ પાસે કુરબાની કરવામાં આવેલ પશુઓના માસ મટન તેમજ અન્ય બિન ઉપયોગી અંગોના નિકાલ માટે ચાર ટ્રેક્ટર, બે જેસીબી અને બે ટ્રકની વ્યવસ્થા કરી હતી. જેમાં આશરે 8 ટ્રેક્ટર ભરી માસ મટનનો નિકાલ કરાયો હતો.

સીસીટીવી ફૂટેજ ચેક કરી કાર્યવાહી થશે
માણેકવાડી સ્ટેશન પાસે અજાણ્યા શખ્સો દ્વારા ટાર્ગેટ કરી ધાર્મિક લાગણી દુભાય તે માટે માસ મટન નાખવામાં આવતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા પણ પોલીસ ફરિયાદ માટે તૈયારી દર્શાવી છે. પરંતુ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી જે શખ્સો દ્વારા આ કૃત્ય કરાયું છે તેની સામે નામ જોગ ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ રાખતા હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement