For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના રફાળેશ્ર્વર ગામ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ

12:41 PM Apr 04, 2024 IST | Bhumika
મોરબીના રફાળેશ્ર્વર ગામ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ
  • વાંકાનેર અને રાજકોટની ફાયરની ટીમ બોલાવી પડી : ભબકારા કાબૂમાં

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી હતી જે આગને પગલે મોરબીથી ફાયરની બે ટીમો દોડો ગઈ હતી તે ઉપરાંત વાંકાનેર ફાયરની ટીમને પણ બોલાવવામાં આવી હતી તે ઉપરાંત રાજકોટની ફાયર ટીમની મદદ માંગવામાં આવી છે.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રફાળેશ્વર પાસે આવેલ વિનાયક કોર્પોરેશન નામના કારખાનામાં આગ લાગી હતી પ્લાસ્ટિક કારખાનામાં કોઈ કારણોસર આગ લાગતા મોરબી ફાયરની બે ટીમો બુધવારે બપોરે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ વધુ ભીષણ બની ગઈ હોવાથી વાંકાનેર ફાયર ટીમને કોલ કરીને બોલાવી લેવામાં આવી છે તેમજ રાજકોટની ટીમની મદદ માંગી હોય જેથી રાજકોટની ટીમ મોરબી આવવા રવાના થઇ હતી.

જે આગના બનાવ અંગે મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગ વધુ ફેલાઈ હોવાથી રાજકોટની ટીમની મદદ લેવામાં આવી છે હાલ મોરબીની 2 અને વાંકાનેરની 01 ટીમ ઘટનાસ્થળે છે તેમજ રાજકોટની ટીમને કોલ કર્યો છે બુધવારે કારખાનું બંધ હોવાથી જાનહાની થવા પામી નથી આગ પર કાબુ મેળવતા હજુ 4-5 કલાક જેટલો સમય લાગી સકે તેમ જણાવ્યું હતું
મોરબી સિરામિક એસોના પૂર્વ પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે તેઓ કામ સબબ આવ્યા હોય અને આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી જોકે મોરબીમાં અનેક ઉદ્યોગ આવેલ હોય જેથી સામાકાંઠે ફાયરની સુવિધા આપવા માંગ હતી જેના માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે જેથી તાત્કાલિક ફાયર સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉદ્યોગકારો કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement