For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઋતિક રોશન-દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટર 25મીએ રીલિઝ થશે

01:30 PM Jan 16, 2024 IST | Bhumika
ઋતિક રોશન દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટર 25મીએ રીલિઝ થશે

Advertisement

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચા ચાલી રહી છે. ફેન્સ તેમના સુપરસ્ટારની ફિલ્મો જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. ઋતિકના બર્થડેના દિવસે મેકર્સે જાહેર કર્યું હતું કે ફિલ્મનું ટ્રેલર કયા દિવસે રિલીઝ થશે. હવે રાહ પૂરી થઈ છે. ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.

બોલિવુડની કોઈ ફિલ્મમાં એરિયલ એક્શનનો ઉપયોગ પહેલીવાર થશે. આ 3 મિનિટ, 09 સેક્ધડ લાંબા ટ્રેલરમાં દીપિકા અને ઋતિકના પાત્રની ઝલક જોઈ શકો છો. આ સિવાય તમને પાત્રનું મહત્વ પણ સમજાશે. ફિલ્મનું ટીઝર, શાનદાર ગીતો અને પોસ્ટરે પહેલેથી જ દર્શકોને હેરાન કરી દીધા હતા. હવે ટ્રેલરે પણ જોરદાર ધૂમ મચાવી છે. ટ્રેલરની શરૂઆત જ ધમાકેદાર ડાયલોગથી થાય છે, જેને જોઈને ફિલ્મ જોવાની તમારી રાહ વધી જશે. ટ્રેલર ક્લિપમાં મેકર્સ દ્વારા બતાવવામાં આવેલી એરસ્ટ્રાઈકની ઝલક મોટા પડદા પર ધૂમ મચાવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement