For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઉઝ ધેટ..અમ્પાયરિંગના ક્ષેત્રમાં મહિલા અમ્પાયરોનો પગપેસારો

01:33 PM Jan 17, 2024 IST | Bhumika
હાઉઝ ધેટ  અમ્પાયરિંગના ક્ષેત્રમાં મહિલા અમ્પાયરોનો પગપેસારો

સૌરાષ્ટ્ર અને હરિયાણા વચ્ચેના રણજી ટ્રોફી મેચ માટે રાજકોટના મહેમાન બનેલ મહિલા અમ્પાયર ગાયત્રી વેણુગોપાલનની ઉડાન માટે ખાસ મુલાકાત

Advertisement

ગ્રાઉન્ડ પરના પ્રેશરમાં જોરદાર અપીલ,નો બોલ,વાઈડ બોલનો નિર્ણય આંખના પલકારામાં લેવો પડે છે: ગાયત્રી વેણુગોપાલન

હું કેજીમાં ભણતી હતી ત્યારથી મને ક્રિકેટ પસંદ છે.મને યાદ છે કે એક વાર બધા બાળકો રમતા હતા અને અચાનક હું રમવાનું અધૂરું મૂકી ચાલવા લાગી કે ચાલો ક્રિકેટ મેચ શરૂૂ થઈ ગયો હશે.હું ઘરે જાઉં છું.આ શબ્દો છે હસતા હસતા નાનપણનો કિસ્સો યાદ કરનાર મહિલા અમ્પાયર ગાયત્રી વેણુગોપાલનના.જે તાજેતરમાં સૌરાષ્ટ્ર અને હરિયાણા વચ્ચેના રણજી ટ્રોફી મેચમાં અમ્પાયરિંગ કરવા માટે રાજકોટના મહેમાન બન્યા હતા. આ મેચ બાબત તેણીએ જણાવ્યું કે આ મેચ મારા જીવનના સારા મેચમાંની એક છે. આ મેચ બાદ અનુભવોનું ભાથું વધુ મજબૂત બન્યું છે. અમ્પાયરિંગના ફિલ્ડમાં ભારતમાં તેણી સહિત ત્રણ મહિલા અમ્પાયર છે.અમ્પાયરિંગની કામગીરી, અનુભવો, મુશ્કેલી વગેરે વિશે તેઓએ ઉડાન માટે ખાસ વાતચીત કરી હતી.

Advertisement

ગાયત્રી વેણુગોપાલનનો જન્મ અને અભ્યાસ ચેન્નાઇમાં થયો.બેડમિન્ટન,ચેસ,ક્રિકેટ વગેરે જુદીજુદી રમતોમાં બાળપણથી જ રસ હતો.પિતા વેણુગોપાલન,માતા પદ્મિની વેણુગોપાલન અને એક મોટા ભાઈના પરિવારમાં બાળકો રમત-ગમતમાં રસ લે તેવું પિતાજી ઈચ્છતા હતા.ઓલિમ્પિક હોય,કોમન વેલ્થ હોય કે ,એશિયન ગેમ્સ હોય, વોલીબોલ,બોક્સિંગ,સ્વિમિંગ, ડાઈવિંગ કે જીમ્નાસ્ટિક કોઈ પણ રમત રમાતી હોય પણ તેમનો આગ્રહ રહેતો કે બાળકો દરેક રમતના મેચ જુવે.શાળામાં હતા ત્યારે રમત ગમત શરૂૂ કરવા પ્રિન્સિપાલને પણ વિનંતી કરી હતી.કોલેજમાં રમત માટે પ્રોત્સાહન મળ્યું. યુનિવર્સિટીને રીપ્રેઝન્ટ કરવાની તક મળી.આ સમય દરમિયાન ક્રિકેટ પ્રત્યે લગાવ વધ્યો,પણ શોલ્ડર ઇન્જરી થતાં રમવાનું સ્ટોપ કરવું પડ્યું.થોડા ચડાવ-ઉતાર આવ્યા પણ દરેકનો સામનો હિંમત અને મક્કમતાથી કર્યો.આ સમયે પણ ક્રિકેટનો કીડો તો મગજમાં હતો જ,એવામાં એક ફ્રેન્ડે આ અમ્પાયરિંગના ફિલ્ડ માટે સજેસ્ટ કર્યું અને એક અજાણ્યા રસ્તા પર સફળતાની યાત્રા શરૂ થઈ.

આ સફરને એક દાયકા જેવો સમય પસાર થઈ ગયો છે ત્યારે આજે ગાયત્રી સ્ટ્રોંગ,આત્મવિશ્વાસ અને અનુભવોથી સભર અમ્પાયર તરીકેનું વ્યક્તિત્વ ધરાવે છે. તેણીએ જણાવ્યું કે, કોઈ નવા ફિલ્ડમાં તમે પુરુષ હો કે સ્ત્રી હો,કોઈ તમને તરત સ્વીકારી નહીં લે.તમારે તમારી આવડત, કૌશલ્ય પૂરવાર કરવું પડશે.2013માં કારકિર્દી શરૂ થઈ તે વખતે ઓછા મેચ મળી રહ્યા હતા અને મેન્સ મેચમાં તક મળતી નહોતી,પણ કામગીરી જોઈને ધીમેધીમે સારા મેચ મળતા ગયા.આજે રણજી ટ્રોફી મેચમાં અમ્પાયરિંગ કરવાની તક મળી તે ફક્ત સારા કામને આભારી છે. સફળતા માટે ઉઉઈઅ દિલ્હીનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. ઇઈઈઈંનો ખૂબ આભાર માનું છું કે તેણે મારામાં વિશ્વાસ મૂક્યો અને મારી આવડત પૂરવાર કરવાનો મોકો આપ્યો છે. મેનેજમેન્ટ અને અમ્પાયર કમિટી બધાના સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર માનું છું.

મેન્સ ક્રિકેટ મેચમાં અમ્પાયરિંગ કરતી વખતે પ્લેયરની લાગણી બાબત તેણીએ જણાવ્યું કે કદાચ મેન્સ ક્રિકેટમાં લેડી અમ્પાયર જોઈને પ્લેયરને થોડું લો ફિલ થતું હશે એવું મારું માનવું છે.જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે ત્યારે સ્ત્રી પુરુષના ભેદ ભુલાઈ જાય છે. સારા નિર્ણય માટે અનેક વખત બિરદાવવામાં આવે છે.ઠંડા દિમાગથી નિર્ણય લઈ શકે તે માટે તેણી નિયમિત ધ્યાન કરે છે.અત્યાર સુધીમાં તેણી એ એશિયા કપ, ઇન્ડિયા- ઓસ્ટ્રેલિયા સિરીઝ સહિત અગણિત મેચમાં અમ્પાયરિંગ કર્યું છે છતાં રણજી ટ્રોફી ફાઇનલમાં અમ્પાયરિંગ કરવાનું અને ઇન્ટરનેશનલ લેવલે ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરવાનું તેઓનું સ્વપ્ન છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પુરુષ સમોવડી નહિ સમર્થ બનો

મહિલાઓને સંદેશ આપતા તેણીએ જણાવ્યું કે, મહિલાની સામે વધુ ચેલેન્જ હોય છે પણ મને મહિલા અને પુરુષની હરીફાઈ સમજાતી નથી.જે બધું પુરુષ કરી શકે છે તે મહિલા કરી શકે છે પણ નકારાત્મક વલણ ન અપનાવો.અમુક આવડત ભગવાને મહિલા અને પુરુષોમાં અલગ-અલગ મૂકી છે તેને સ્વીકારો. ક્યારેક ચાર ડગલાં પાછળ હટવું પડે તો હટી જાવ પણ માર્ગ ન છોડો, પુરુષ સમોવડી બનવાના વિચાર કરતા પોતાનામાં સમર્થ બનો

અમ્પાયરે ફેર અને ન્યુટ્રલ રહેવું જરૂરી છે

અમ્પાયરે ફેર અને ન્યુટ્રલ રહેવું જરૂૂરી છે.ગાયત્રીએ જણાવ્યું કે, અમ્પાયરિંગ કરવામાં ફિઝિકલ સ્કીલની ઓછી જરૂૂર હોય છે.અમ્પાયર બનવા માટે ક્રિકેટર બનવું જરૂૂરી નથી પણ ક્રિકેટ વિશેની ઝીણીઝીણી વાતોનું નોલેજ હોવું જરૂૂરી છે.

ટી.વી.માં મેચ દેખાડાય ત્યારે દેખીતી રીતે આ ફિલ્ડ ગ્લેમરસ લાગે છે પણ આ કામ ચેલેન્જિંગ છે. જુદીજુદી ઋતુમાં 6 થી 7 કલાક ઊભા રહીને કામ કરવું પડે છે.નિર્ણય માટે ફોકસ કરવું પડે છે.જુદીજુદી થીયરિકલ અને પ્રેકિટકલ પરીક્ષા પસાર કરવાની હોય છે. જુદાજુદા પ્રકારના મેચ માટે જુદા જુદા રૂલ્સ હોય છે તેનું નોલેજ જરૂૂરી હોય છે પણ આ બધાથી પણ ઉપર ગ્રાઉન્ડ પરનું પ્રેશર, જોરદાર અપીલ, નો બોલ,વાઈડ બોલનો નિર્ણય આંખના પલકારામાં લેવો પડે છે.આ માટે મગજને ઠંડુ રાખીને કામ કરવું પડતું હોય છે. કોન્ફિડન્સ હોવો જરૂૂરી છે.

પરિવારનો સાથ ખૂબ મહત્ત્વનો છે

ગાયત્રી હાલ ગુરુગાંવમાં પતિ, સાસુ ,નાની અને પોતાના પાળેલા ડોગ સાથે રહે છે.આ ફિલ્ડમાં દિવસો સુધી બહાર રહેવું પડે છે ત્યારે તેણી જણાવે છે કે,પરિવારનો સપોર્ટ મહિલા માટે ખૂબ મહત્વનો છે.આ ફિલ્ડ એવું છે કે પ્રેશર વધુ રહે છે.હું બહુ જ લકી છું મને ઘરના લોકોનો ખૂબ સપોર્ટ છે જેથી હું મારી કામગીરી શ્રેષ્ઠ રીતે નિભાવી શકું છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement